ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે સ્ટેટીક સર્વેલન્સની ૧૪ ટીમો દ્વારા સઘન તપાસ - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે સ્ટેટીક સર્વેલન્સની ૧૪ ટીમો દ્વારા સઘન તપાસ


ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે સ્ટેટીક સર્વેલન્સની ૧૪ ટીમો દ્વારા સઘન તપાસ
---------
મતદાતાઓને પ્રલોભન માટે ઉપયોગ થતી રોકડ, લીકર સહિત પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી પર બાજનજર
---------
ગીર સોમનાથ તા.૨૦: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદર્શ, નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં લોકસભાની ચૂંટણી યોજાય અને આચારસંહિતાની યોગ્ય અમલવારી થાય તે માટે વિવિધ સ્થળો પર સ્ટેટિક સર્વેલન્સની ૧૪ ટીમો દ્વારા રાઉન્ડ ધ કલોક સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી છે ત્યારે મતદાતાઓને પ્રલોભન માટેની પૈસા હેરીફેરી, નશીલા પદાર્થો સહિત પ્રતિબંધીત વસ્તુઓની હેરાફેરી પર બાજ નજર રાખીને આદર્શ આચારસંહિતાની અમલવારી થાય તે માટે સ્ટેટિક સર્વેલન્સ ટીમો કાર્યરત છે.

આ ટીમો જિલ્લામાં ૯૦-સોમનાથ વિધાનસભા મતવિસ્તારમાં શાંતીપરા, તાલાલા નાકા, સફારી પાર્ક સર્કલ, ૯૧-તાલાલા વિધાનસભા મતવિસ્તારમાં માધવપુર જાંબુર, ચિત્રોડ, ઘંટિયા, પ્રાંચી ફાટક, રાખેજ ફાટક, ૯૨-કોડીનાર વિધાનસભા વિસ્તારમાં પેઢાવાડા(વેરાવળ-કોડીનાર હાઈવે), ડોળાસા (કોડીનાર-ઉના હાઈવે), રોણાજ ચોકડી, ૯૩-ઉના વિધાનસભા મતવિસ્તારમાં ગાંગડા ચેક પોસ્ટ, તડ દિવ નેશનલ હાઈવે, ગીર ગઢડા મામલતદાર કચેરી પાસે અને અહમદપુર માંડવી ચેકપોસ્ટ ખાતે ૨૪ કલાક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.