વડોદરા કોર્પોરેશનમાં લોલમલોલ: સ્માર્ટ સિટીના કે સ્વભંડોળના અનેક પ્રોજેક્ટ પડતા મૂક્યા કે પછી પૂર્ણ કરવામાં વિલંબ - At This Time

વડોદરા કોર્પોરેશનમાં લોલમલોલ: સ્માર્ટ સિટીના કે સ્વભંડોળના અનેક પ્રોજેક્ટ પડતા મૂક્યા કે પછી પૂર્ણ કરવામાં વિલંબ


વડોદરા,તા.5 જુલાઈ 2022,મંગળવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત કે પછી કોર્પોરેશનના સ્વભંડોળ થકી વિવિધ વિકાસના કામો અંદાજપત્રમાં મૂકવામાં આવતા હોય છે પરંતુ નાણાકીય જોગવાઈ નહીં થતા અનેક પ્રોજેક્ટો પડતા મૂકવામાં આવ્યા છે તો કેટલાક પ્રોજેક્ટ સમય મર્યાદા કરતા પણ વધુ સમયથી ગોકળ ગાયની ગતિએ પ્રોજેક્ટ ચાલતા હોવાથી વિકાસ કાર્યો પૂર્ણ થવામાં વિલંબ થઈ રહ્યો છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના કામો થાય તે માટે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવતા હોય છે પરંતુ નાણાકીય જોગવાઈના અભાવને કારણે અનેક પ્રોજેક્ટ પડતા મૂકી દેવામાં આવે છે તાજેતરમાં વાઘોડિયા રોડ સ્થિત વાસ તળાવ અને લક્ષ્મીપુરા રોડ પર આવેલું જીજી માતાનું તળાવ ના બ્યુટીફિકેશન નું આયોજન નક્કી કર્યું હતું પરંતુ નાણાકીય વ્યવસ્થા ના અભાવને કારણે બંને પ્રોજેક્ટ પડતા મૂકવા પડ્યા હતા.એ જ પ્રમાણે વડોદરા શહેરમાં આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં રાખી સ્માર્ટ સિટી અંતર્ગત કંપની બનાવીને વિવિધ વિકાસના કામો ને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ હાલમાં ઇઆરપી પ્રોજેક્ટ હોય કે પછી ગાડા સિસ્ટમ હોય કે પછી જીઆઇએસ સિસ્ટમ હોય સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 6.70 કરોડના ખર્ચે ટ્રીટેડ વોટરના પેરામીટરનું ઓનલાઇન મોનિટરિંગ જેવા તમામ પ્રોજેક્ટ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યા છે તો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના કેટલાક પ્રોજેક્ટ તો પડતા મૂકવા પડ્યા હતા.એ જ પ્રમાણે વર્ષ 2020 - 21 ના બજેટ દરમિયાન કારેલીબાગ ગોવિંદ નગર ખાતે બાયોડાઇવર્સિટી પાર્ક તથા રેલવે સ્ટેશન નજીક પીપીપી ધોરણે લેન્ડસ્કેપ આઇલેન્ડ, નવું સાયન્સ સેન્ટર બનાવવું, પાણીગેટમાં 6 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવવું, કારેલીબાગ ખાતે 7 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન તથા કવાટર્સ બનાવવા, 1 કરોડના ખર્ચે આર્ટ પ્રદર્શન માટે ગેલેરી બનાવવી, કારેલીબાગ સ્વિમિંગ પૂલ પાસેના પ્લોટ માં 20 લાખના ખર્ચે નવું ગાર્ડન, કારેલીબાગ અજીતનાથ સોસાયટી પાસે 10 લાખના ખર્ચે નવું ગાર્ડન, સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયની ફરતે વિશ્વામિત્રી નદીના કાંઠે ફેન્સીંગ મજબૂત બનાવવી, સિક્યુરિટી વોચ ટાવર ,સ્ટ્રીટ લાઈટ અને સીસીટીવી નું આયોજન, વર્ષ 2021-22 દરમિયાન હાથ પર લેવાના કામોમાં સોમા તળાવ ફાયર સ્ટેશન તથા પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે સેન્ટ્રલ સ્ટોર રૂમ,નિમેટા ખાતે 64.50 કરોડના ખર્ચે 50 એમએલડી ક્ષમતાની નવી ફીડર લાઈન તથા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા વિકાસના કામો માત્ર બજેટમાં મૂકી દેવામાં આવે છે પરંતુ તેમાંથી મોટાભાગના પ્રોજેક્ટ પડતા મૂકવામાં આવ્યા છે તો કેટલાક પ્રોજેક્ટ ગોકળગતીએ ચાલી રહ્યા છે જેને કારણે લોકોને મળવા પાત્ર સુવિધા પ્રાપ્ત થતી નથી તેમ છતાં પ્રોજેક્ટ વિલંબ થતા હોય તો પણ કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલા ભરવામાં આવતા નથી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.