ધોળકા મુકામે અમદાવાદ જિલ્લા ભાજપ કારોબારી બેઠક મળી - At This Time

ધોળકા મુકામે અમદાવાદ જિલ્લા ભાજપ કારોબારી બેઠક મળી


આજરોજ ધોળકા મુકામે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લાની કારોબારીની બેઠક અગ્રેસર ગુજરાત વિકાસમાં સહભાગી દરેક ગુજરાતી સૂત્ર સાથે જિલ્લા અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને મળી આજની આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા. પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી. પ્રેરકભાઈ શાહ. ભરતભાઈ પંડ્યા. ધારાસભ્યશ્રીઓ ‌ હાર્દિક પટેલ. કિરીટસિંહ ડાભી. બાબુભાઈ પટેલ. કનુભાઈ પટેલ. બાબુ સિંહ રાઠોડ. મહામંત્રી શ્રી શૈલેષભાઈ દાવડા. નવદીપભાઈ ડોડીયા. મયુરભાઈ ડાભી. જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ. જિલ્લા હોદ્દેદાર. પ્રદેશ તેમજ સેલના સભ્યશ્રી. માજી ધારાસભ્યશ્રીઓ. અપેક્ષિત શ્રેણીના મંડળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી એ અમદાવાદ જિલ્લાના કાર્યકર્તાઓ તેમજ સમગ્ર પ્રજાનો પાંચ વિધાનસભામાં જવલંત વિજય મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ચૂંટણીના દિવસે પેજ કમિટીના દરેક સભ્યોએ સુંદર કામગીરી બજાવી હતી તેમજ રાજ્ય અને કેન્દ્રની સરકારની કામગીરી સોંપી લોકો સાથે જોડાયેલા રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં અમદાવાદ જિલ્લો જિલ્લાના 34 આગેવાન કાર્યકર્તાઓની વિસ્તારક તરીકેની જવાબદારી સોંપી સમગ્ર જિલ્લામાં પેજ કમિટીનો ડેટા અમદાવાદ જિલ્લાએ અપલોડ કર્યો હતો જેની પ્રદેશે પણ નોંધ લીધી હતી હવે 2024 ની તૈયારીમાં આગેવાનો તેમજ કાર્યકર્તાઓને તૈયાર રહેવા જણાવ્યું હતું પ્રદેશ કક્ષાએથી પ્રેરક ભાઈ શાહે g20 ની મહેજબાની જ્યારે ભારત કરવા જઈ રહ્યું છે ત્યારે વિશ્વના દેશોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતનું હેરિટેજ. ડિજિટલ ઇન્ડિયા. નિકાસ પ્રેરિત વિકાસ. મેક ઇન ઇન્ડિયા. જેની સમગ્ર વિશ્વને ખબર પડશે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ વર્ષાબેન દોશી એ સંગઠનાત્મક કામગીરી વિશે માહિતી આપી હતી

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.