પાલીતાણા તાલુકાના ધેટી ગામમાંથી ડોક્ટરની ડિગ્રી વગર સીતારામ ક્લિનિક દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. ટીમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/v275efujlkjsccnx/" left="-10"]

પાલીતાણા તાલુકાના ધેટી ગામમાંથી ડોક્ટરની ડિગ્રી વગર સીતારામ ક્લિનિક દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. ટીમ


ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર/જીલ્લામાં ડીગ્રી વિના દવાખાના ખોલી. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય.

જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.એસ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે પાલીતાણા તાલુકાના ઘેટી ગામમાં નીતીનભાઇ મનજીભાઇ બારૈયા ઉ.વ. ૩૪ રહે, ઘેટીગામ તા.પાલીતાણા જિ.ભાવનગર વાળા ડોકટર ન હોવા છતા ડોકટર તરીકે સીતારામ નામનું કલીનીક (દવાખાનુ) ખોલી, વગર ડીગ્રીએ મેડીકલ પ્રેકટીશ કરી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો સહિત કિ.રૂા.૧૧૯૮૩/- ના મુદ્દામાલ સાથે મળી આવતા તેના સામે મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબની કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ.કિશોરસિંહ ડોડીયાએ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. અને આગળની તપાસ પાલીતાણા પોલીસ ચલાવી રહી છે.

પકડાયેલ આરોપી:-
નીતીનભાઇ મનજીભાઇ બારૈયા ઉ.વ. ૩૪ રહે. ઘેટીંગામ તા.પાલીતાણા જિ.ભાવનગર

કબજે કરેલ મુદામાલ – અલગ અલગ મેડીકલ દવાઓ તથા મેડીકલ સાધનો સહિત કુલ રૂ.૧૧૯૮૩-

પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશા
કામગીરી કાર પોલીસ સ્ટાફ- એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર શ્રી કે.એસ.પટેલ સાહેબના માર્ગદર્શન | હેઠળ

1. AS) વી.જે ચાહાણ
2. Hલ રાજેન્દ્રસિંહ ગોહિલ
PC કિશોરસિંહ ડોડીયા
4. PC રાધવેન્દ્રસિંહ ગોહિલ
PC બળદેવભાઇ મકવાણા
6 PC યોગેન્દ્રસીહ ગોહિલ વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલાં શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]