સાંતલપુર: ઝઝામ ગામે વીજળી પડતા ગાય અને ભેંસના મોત, ખેડૂતે સરકાર પાસે સહાયની કરી માંગ - At This Time

સાંતલપુર: ઝઝામ ગામે વીજળી પડતા ગાય અને ભેંસના મોત, ખેડૂતે સરકાર પાસે સહાયની કરી માંગ


સાંતલપુર: ઝઝામ ગામે વીજળી પડતા ગાય અને ભેંસના મોત, ખેડૂતે સરકાર પાસે સહાયની કરી માંગ
પાટણ જિલ્લા માં અણધારી આકાશી આફત સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે વીજળી પડતા ગાય અને ભેંસના મોત નિપજ્યા ખેડૂતે સરકાર પાસે સહાયની માંગ કરી છે.હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઝરમર અને છુટા છવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે છગનભાઈ નામના ખેડૂતના ખેતરમાં બાંધેલી ગાય અને ભેસ ઉપર મોડી રાત્રે વિજળી પડતાં બંને પશુઓનાં મોત નીપજ્યા હતા. જેથી પશુપાલક પર અણધારી આકાશી આફત આવી પડી હતી. જેથી તેઓએ સરકાર દ્વારા તાત્કાલિક પશુ મૃત્યુ સહાય મળે તે માટે તંત્ર સામે માંગ કરી છે.
છેલ્લા બે દિવસથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ક્યાક ધીમીધારે તો ક્યાક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી. જેને લઇને પાટણ જિલ્લાના સમી સાંતલપુર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી અવિરતપણે વરસી રહેલા વરસાદના કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. પાટણ જિલ્લા નાં સાંતલપુર માં રાત્રે સાંતલપુર વિસ્તાર માં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.