ગઢડા શહેરના બાબરપરા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો - At This Time

ગઢડા શહેરના બાબરપરા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો


કિંમત ₹1,55,500 નો મુદ્દામાલ જપ્ત કરાયો

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં બાબરપરામાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો બનાવ અંગેની વિગતની મળેલ માહિતી અનુસાર ગઢડા નો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે ગઢડા શહેરમાં બાબરપરા વિસ્તારમાં અલ્ટો ફોરવીલ ગાડી નંબર જીજે 03 એફડી 6639 તપાસતા જેમાં વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ 156 મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ બનાવ અંગે કુલ ત્રણ ઈસમો સામે ફરિયાદી બની આગળની તજ વીજ હાથ ધરવામાં આવી હતી ગઢડા પોલીસ દ્વારા અલ્ટો ફોરવીલ ગાડી અને વિદેશી દારૂની બોટલો મળી કુલ કિંમત રૂ. 1,55,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.