બોટાદ ની અકસ્માત કરી ભાગી જનાર ફોરવ્હીલને પકડી પાડતી. સી. ટી. વી નેત્રમ સર્વેલન્સ ટીમ - At This Time

બોટાદ ની અકસ્માત કરી ભાગી જનાર ફોરવ્હીલને પકડી પાડતી. સી. ટી. વી નેત્રમ સર્વેલન્સ ટીમ


અકસ્માત કરી ભાગી જનાર ફોરવ્હીલને પકડી પાડતી. સી. ટી. વી નેત્રમ સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સહકાર નગર પાસે અકસ્માત કરી ભાગી જનાર ફોરવ્હીલને પકડી પાડતી બોટાદ સી. સી. ટી. વી નેત્રમ સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન તા. ૦૫/૦૯/૨૦૨૨ ના રોજ મોસિનભાઈ મહેબુબભાઈ શેખ તેમની પત્ની સાથે તેઓના સબંધીના ઘરે આશરે ક. ૧૫/૩૦ વાગ્યે ખબર કાઢવા મો. સા. રજી. નં. GJ-18-CC-8198 લઈને ગયેલ અને ત્યાંથી આશરે ક. ૧૫/૪૫ વાગ્યે પરત આવતા હતા ત્યારે બોટાદ સહકાર નગર રમણભાઈ શેઠના ઘર પાસે પહોચતા એક સામેના ક્રોસ રોડ માંથી એક અજાણી ફોરવ્હીલ ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી તેઓના મો. સા. સાથે અકસ્માત કરી ભાગી ગયેલ, તેની જાણ સી. સી. ટી. વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ઇન્ચાર્જપો. સબ. ઇન્સ. શ્રી એ. બી. પરમાર સાહેબનાઓને થતા તેઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી તથા આઉટસોર્સથી ફરજ બજાવતા એન્જીનિયરોએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી. સી. ટી. વી. કેમેરાના ફુટેજ ચેક કરી CPI ઓફીસ લોકેશનના કેમેરાની મદદથી તે ફોરવ્હીલનો રજી. નં. GJ-27-CF-9836 શોધી કાઢી ત્યારબાદ તુરંત જ તે ફોરવ્હીલ નંબરનું ICMS ની મદદથી એડ્રેસ કાઢી સદર ફોરવ્હીલ ચાલકને પકડી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે લઇ જઈ ગુ. ૨. નં. ૧૧૧૯૦૦૦૨૨૨૧૫૦૬/૨૦૨૨, IPC કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા M. V. Act કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબનો ગુન્હો ફોરવ્હીલ ચાલકવિરુદ્ધ નોંધી ઘોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી: - ફોરવ્હીલ ગાડી રજી. નં. GJ-27-CF-9836 ના ચાલક કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી તથા કર્મચારીઓ: - (૧) પો. સબ. ઇન્સ. શ્રી એ. બી. પરમાર નેત્રમ ઇન્ચાર્જ (૨) અના. હે. કો. જયેશભાઇ ઝવેરભાઇ ચૌહાણ (૩) અના. લો. જયંતીભાઇ કાળુભાઇ પરમાર (૪) આ. લો. રાજેશભાઇ અંબારામભાઇ કણસાગરા(૫) આ. સો. સી. એન્જી. અજય બી. મુળીયા

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.