ઇડર તાલુકાના ગામડાઓમાં બે દિવસથી ઇ કેવાયસી કામગીરી ઠપ્પ થતાં લોકોને હેરાનગતિ
ઇડર તાલુકાના ગામડાઓમાં બે દિવસથી ઇ કેવાયસી કામગીરી ઠપ્પ થતાં લોકોને હેરાનગતિ
સરકાર દ્વારા રેશનકાર્ડ માં ઇકેવાયસી કરવા કામગીરી હાથ ધરાઈ છે. જેને લઇ તંત્ર દ્વારા ઈ કેવાયસી પૂર્ણ કરવા સૂચનો આપી કામગીરી તેજ કરવા કવાયત હાથ ધરાઈ છે. ત્યારે મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતો દ્વારા જે ગ્રામજનોને કેવાયસી બાકી હોય તેમને ઝડપથી ફરજિયાત કેવાયસી કરાવી દેવું નહી તો સરકારશ્રીની કોઇ૫ણ યોજનામાં લાભ મળી શકશે નહી તેવું સોશ્યલ મીડિયા મારફતે પણ જણાવાયું છે .
જેને લઇ લોકો લોકો મોટી સંખ્યામાં પંચાયતો માં ઈ કેવાયસી કરાવવા લાઈનો માં લાગ્યા છે.પરંતુ બે દિવસ થી કામગીરી ઠપ્પ થઈ હતી.જે બાબતે બડોલી ગ્રામ પંચાયત ની મુલાકાત લેતા વીસીઈ દિવ્યેશ પાટિલે જણાવ્યું હતું કે ઇડર તાલુકાના ઓપરેટરો ને OTP ન આવતો હોવાને લઇ કામગીરી હાલ પૂરતી બંધ છે. જ્યારે લોકો પોતાનો સમય બગાડી કેવાયસી કરવા લાઈનો માં લાગ્યા છે પરંતુ ટેકનિકલ ઇસ્યુ ને લઇ લોકોને હેરાનગતિ થઈ રહી છે.
આ બાબતે ઇડર ટીડીઓ અમીબેન પટેલ ને ટેલીફોનીક રીતે પૂછતા જણાવ્યું હતું કે બુધવાર સાંજે ટેકનિકલ ઇસ્યુ થયો હતો પરંતુ ગુરુવારે 1 વગ્યા આસપાસ પોર્ટલ ચાલુ થઈ ગયું છે.તો હવે કામગીરી શરૂ થઈ ગઈ છે.જ્યારે બડોલી પંચાયત માં રૂબરૂ તપાસ કરતા 3:45 કલાકે OTP આવવાના શરૂ થયા છે તેમ દિવ્યેશ પાટિલે જણાવ્યું હતું.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા બ્યુરો)
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે
