રાજકોટ RTOમાં નવી NL સિરીઝમાં ગમતા નંબરો માટે 1,202 બોલી લાગી, એક ગ્રાહકે ટુ-વ્હીલરમાં 1 નંબર માટે 1.71 લાખ ચૂકવ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/unobkm3ylwggctsz/" left="-10"]

રાજકોટ RTOમાં નવી NL સિરીઝમાં ગમતા નંબરો માટે 1,202 બોલી લાગી, એક ગ્રાહકે ટુ-વ્હીલરમાં 1 નંબર માટે 1.71 લાખ ચૂકવ્યા


રાજકોટમાં ટુ-વ્હીલર હોય કે ફોર વ્હીલર પસંદગીના નંબરો લેવા માટે જબરો ક્રેઝ જોવા મળે છે. RTOમાં તાજેતરમાં ટુ-વ્હીલરમાં નવી NL સિરીઝ આવતા પસંદગીના નંબરો લેવા માટે 1,202 બોલી લાગી હતી. જેના થકી રાજકોટ આરટીઓને રૂપિયા 44 લાખ 10 હજારની આવક થઈ છે. જેમાં ટુ-વ્હીલરમાં નંબર 1 લેવા માટે એક ગ્રાહકે સૌથી વધુ રૂપિયા 1 લાખ 71 હજાર ચૂકવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે નંબર 9 માટે રૂપિયા 1 લાખ 54 હજાર ચૂકવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી કહી શકાય કે રાજકોટના લોકોમાં માત્ર ફોર વ્હીલર જ નહીં, પરંતુ ટુ-વ્હીલરમાં પણ પસંદગીના નંબરો લેવા માટે ક્રેઝ જોવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]