૨૭ વર્ષ જૂના હત્યાના કેસમાં પૂર્વ સાંસદ ઉમાકાંત યાદવને આજીવન કેદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/umakant-udav-life-term-sentence/" left="-10"]

૨૭ વર્ષ જૂના હત્યાના કેસમાં પૂર્વ સાંસદ ઉમાકાંત યાદવને આજીવન કેદ


જૌનપુર,
તા. ૮પૂર્વ સાંસદ ઉમાકાંત યાદવને સોમવારે જૌનપુરની કોર્ટમાંથી
મોટો આંચકો લાગ્યો છે. ઉમાકાંતને જીઆરપી સિપાહીની હત્યામાં આજીવન કેદની સજા
સંભળાવવામાં આવી છે. અપર સેશન્સ જજ (તૃતીય) / વિશેષ ન્યાયમૂર્તિ (એમપી-એમએલએ)
કોરેટ શરદકુમાર ત્રિપાઠીએ ઉમાકાંતની સાથે જ સાત દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી
છે. મુખ્ય આરોપી ઉમાકાંતને પાંચ લાખ રૃપિયા અને અન્યને ૨૦-૨૦ હજારનો દંડ
ફટકારવામાં આવ્યો છે. આ કેસ ૨૭ વર્ષ જૂનો છે. ૧૯૯૫માં ડ્રાઇવરને શાહગંજ કંરશન પર
રેલવે ચોકીથી છોડાવવા માટે ઉમાંકાત અને તેમના સાથીઓએ ફાયરિંગ કર્યુ હતું. જેમાં
જીઆરપી સિપાહી અજય સિંહનું મોત થયું હતું. સિપાહી લલ્લન સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતાં. આ ઘટના પછી ઉમાકાંત
સહિત અન્યની વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉમાકાંત
યાદવને કોર્ટે શનિવારે દોષિત ઠેરવ્યા હતાં. તમામ દોષિતોને કસ્ટડીમાં લઇને જેલ મોકલી
દેવામાં આવ્યા હતાં અને ચુકાદા માટે સોમવારની તારીખ નક્કી કરવામાં આવી હતી.ચાર ફેબુ્રઆરી,
૧૯૯૫ની બપોરે બે વાગ્યે શાહગંજ જંકશન પર પૂર્વ સાંસદ ઉમાકાંત યાગવના સમર્થકોએ
રાયફલ, પિસ્તોલ
અને રિવોલ્વરથી બેફામ ગોળીબાર કરી જીઆરપીના લોકઅપમા બંધ ડ્રાઇવર રાજકુમાર યાદવને
બળજબરીપૂર્વક છોડાવીને લઇ ગયા હતાં.ગોળીબારમાં જીઆરપી સિપાહી અજય સિંહનું મોત થયું હતું. ગોળી
લાગવાથી રેલવે કર્મચારી નિર્મલ લાલ,
યાત્રી ભરત લાલ અને લલ્લન સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતાં.  

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]