જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાની અધ્યક્ષતામાં આઇ.સી.ડી.એસ. શાખાની રિવ્યુ બેઠક યોજાઈ - At This Time

જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાની અધ્યક્ષતામાં આઇ.સી.ડી.એસ. શાખાની રિવ્યુ બેઠક યોજાઈ


જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાની અધ્યક્ષતામાં આઇ.સી.ડી.એસ. શાખાની રિવ્યુ બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પંચાયત ભવનનાં કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને આઇ.સી.ડી.એસ. શાખાની રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને આપવામાં આવતું ટેક હોમ રાશન છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે પ્રયાસ કરવા સૂચન કર્યું હતું. ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીએ આરોગ્ય વિભાગ તથા આઇ.સી.ડી.એસએ સાથે મળીને સુંદર મજાનું સુપોષિત બોટાદ બનાવવાનું બીડું હાથ ધરવા ઉપસ્થિત સૌ કોઇને પ્રેરિત કર્યા હતા. રાષ્ટ્રીય પોષણ માસ ચાલતો હોય બેઠકમાં ઉપસ્થિત તમામ લોકોએ પોષણ શપથ લીધા હતા.આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.કનોરિયા, પ્રોગ્રામ ઓફિસર, આર.સી.એચ.ઓ., ડી.સી.પોષણ અભિયાન, તમામ સી.ડી.પી.ઓ, મુખ્ય સેવિકા તેમજ જિલ્લાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.