કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિનની ભવ્ય ઉજવણી - At This Time

કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિનની ભવ્ય ઉજવણી


કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિનની ભવ્ય ઉજવણી
----------
વયોવૃદ્ધ મતદારોનું કરાયું સન્માન: શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર્સ,બીએલઓને અપાયા પ્રશસ્તિપત્ર અને નવા મતદારોનું કરાયું સન્માન
----------
ગીર સોમનાથ,તા.૨૫: ૨૫મી જાન્યુઆરી-૧૯૫૦ના રોજ ભારતના ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. જે અન્વયે ૨૦૧૧ થી દર વર્ષે ૨૫મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગીર-સોમનાથ કલેક્ટર શ્રી એચ. કે વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને
"મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ" ની થીમ આધારીત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ૧૪માં " રાષ્ટ્રીય મતદાતા દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી.

કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયાએ હાઉસ ટુ હાઉસ તેમજ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કરેલ કામગીરી અન્વયે, શ્રેષ્ઠ સેકટર ઓફિસરશ્રી, શ્રેષ્ઠ બી.એલ.ઓ.શ્રી, કેમ્પસ એમ્બેસેડર તથા વયોવૃધ્ધ મતદારો નવા મતદારોને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વધુમાં વધુ મતદારો ભાગ લે તે માટે અપીલ કરવામાં આવી હતી.
"અવસર ફિલ્મ" અને "હું ભારત છું " ગીત તેમજ મુખ્ય નિર્વાચાન આયુકત શ્રી રાજીવકુમાર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અન્વયે વિડીયો સંદેશ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.વધુમાં વધુ મહિલાઓ તથા ૧૮ વર્ષથી વધુ વયના મતદારો મતદારયાદીમાં નામ નોંધણી કરાવે તેવી અપીલ કરવામાં આવી હતી. "રાષ્ટ્રીય મતદાતા દિવસ" ની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલ મતદાન અંગે પ્રતિજ્ઞા લીધી હતી.'

તદુપરાંત, મરણ થનાર કે સ્થળાંતર કરનાર મતદારો/વારસદારો દ્વારા નામ કમી કરવા માટે હકક-દાવા રજૂ કરવા અપીલ કરવામાં આવી હતી. મતદારોને વધુ વિગતો માટે જિલ્લામાં કાર્યરત જિલ્લા કોન્ટેકટ સેન્ટર ટોલ ફી નંબર ૧૯૫૦ ની સુવિધાનો ઉપયોગ કરી શકાશે.

ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં મતદાન નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારશ્રીઓ દ્વારા જે તે તાલુકાઓમાં નકકી કરાયેલ સ્થળોએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી છે.

આ અવસરે ઈન્ચાર્જ નિવાસી અધિક કલેકટર શ્રી કે.વી.બાટી,નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી પલ્લવીબેન બારૈયા,શ્રી સોમનાથ સંસ્કૃત યુનિર્વસીટીના કુલપતિશ્રી સુકાન્તકુમાર સેનાપતિ સહિતના અધિકારીશ્રીઓ- મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
---------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.