નેત્રંગ ખાતે સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ ના દરોડા, 11 કિલો ઉપરાંત ના ગાંજા ના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ - At This Time

નેત્રંગ ખાતે સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ ના દરોડા, 11 કિલો ઉપરાંત ના ગાંજા ના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ


બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ.

ભરૂચ જિલ્લા માં નશાના નાપાક વેપલા ને અંજામ આપતા તત્વો સામે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથક ના કર્મીઓએ નશાનો વેપલો કરતા તત્વો ઉપર તવાઈ બોલાવી છે, તેવામાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમ ને મોટી સફળતા હાસિલ થઈ છે,

ભરૂચ જિલ્લા ના નેત્રંગ-રાજપારડી રોડ પર નવી નગરી વિસ્તારમાં બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમે દરોડા પાડ્યા હતા, જ્યાં નવી નગરી વિસ્તારમાં રહેતા રણજીતસિંહ જેસંગબાવા રાજ ના મકાન ના વાડા માંથી ગાંજા નો મોટો જથ્થો મળી આવ્યો હતો,11 કિલો ઉપરાંત ગાંજા ના જથ્થા સાથે એક ઈસમની SOG એ ધરપકડ કરી હતી

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમે સમગ્ર મામલે 1,13 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે લઈ નેત્રંગ પોલીસ મથકે ગુનો દાખલ કરાવી ઝડપાયેલ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ નૉ માહોલ છવાઈ જવા પામ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.