સંયુક્ત કામદાર સમિતિ સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ વડોદરા રોજમદાર સફાઈ કામદારો માટેના સરકારના પરિપત્રના વિરોધમાં દેખાવો સૂત્રોચ્ચાર. - At This Time

સંયુક્ત કામદાર સમિતિ સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ વડોદરા રોજમદાર સફાઈ કામદારો માટેના સરકારના પરિપત્રના વિરોધમાં દેખાવો સૂત્રોચ્ચાર.


ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં એક પરિપત્ર જારી કરવામાં આવતા નગરપાલિકાઓમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને નુકસાન થાય તે પ્રમાણેનો આદેશ હોવાથી આ પરિપત્ર રદ કરવાની માંગણી સાથે કામદાર મંડળોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી . દરમિયાનમાં કામદારોએ સૂત્રોચ્ચાર કરી આ પરિપત્રનો વિરોધ પણ કર્યો હતો . સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા આજે જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપી ગુજરાત સરકાર ના નાયબ કમિશનર મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટેશન દ્વારા તારીખ : ૨૦/૦૬/૨૦૨૨ ના રોજ જારી કરેલાં પરીપત્રના વિરુદ્ધમાં આવેદનપત્ર આપી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી , કામદાર આગેવાન સંજય પવાર , નઇમ શેખ , જગદીશ સોલંકી સહિતના આગેવાનોએ આક્ષેપ કર્યા હતા કે , નગરપાલિકા માં કામ કરતા તમામ રોજીંદારી સફાઈ કામદારોના વિરોધમાં છે અને તમામ કામદારોનું અહીત થાય તેમ છે . આવેદનપત્ર થકી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી . આવેદનપત્ર આપવા આવેલા સફાઈ કામદારો અને કામદાર આગેવાનોએ જિલ્લા સેવા સદન કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.