સમગ્ર ગુજરાતમાં સૌથી ઉંચુ તાપમાન રાજકોટમાં : બપોરે પારો 38.2 ડીગ્રી - At This Time

સમગ્ર ગુજરાતમાં સૌથી ઉંચુ તાપમાન રાજકોટમાં : બપોરે પારો 38.2 ડીગ્રી


ઉનાળાના આગમન સાથે જ અને હોળી-ધુળેટીના પર્વ પૂર્વે જ રાજકોટ ધગધગવા લાગ્યું હોય તેમ આજે સતત બીજા દિવસે બપોરે જ તાપમાન 38 ડીગ્રીને પાર થઇ ગયું હતું. મહત્તમ તાપમાન 39 ડીગ્રીને વટાવી જવાની શક્યતા રહે છે. સમગ્ર ગુજરાતમાં સોમવારે સૌથી ઉંચુ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું.
હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે રાજકોટમાં બપોરે અઢી વાગ્યે તાપમાન 38.2 ડીગ્રી થયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 11 ટકા તથા પવનની ઝડપ 8 કિમીની હતી. સોમવારે બપોરે અઢી વાગ્યે તાપમાન 38 ડીગ્રી હતું. આમ ગઇકાલની સરખામણીએ આજે તાપમાન વધ્યું હતું.
રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, સોમવારે રાજ્યના પાંચ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડીગ્રીને વટાવી ગયો હતો. રાજકોટમાં 39 ડીગ્રીને પાર થયું હતું અને સમગ્ર ગુજરાતમાં સૌથી ઉંચુ તાપમાન હતું.
અમદાવાદ એરપોર્ટનું મહત્તમ તાપમાન 38.5 ડીગ્રી, ભુજનું 38.7 ડીગ્રી, પોરબંદરનું 38 ડીગ્રી, રાજકોટનું 39.1 ડીગ્રી તથા સુરેન્દ્રનગરનું 38.3 ડીગ્રી હતું. આ સિવાય અમેરીલમાં 37 ડીગ્રી, ગાંધીનગરમાં 36.1 ડીગ્રી, જામનગરમાં 36.3 ડીગ્રી, કંડલામાં 37, નલીયામાં 37.2, પોરબંદરમાં 38 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગ દ્વારા હજુ ત્રણેક દિવસ આકરા તાપનો માહોલ યથાવત રહેવાની અને પારો 40 ડીગ્રીને વટાવી જવાની આગાહી કરવામાં આવી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.