શ્રીમતી એચ. બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ના એન.એસ.એસ નો વાર્ષિક કેમ્પ નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો. - At This Time

શ્રીમતી એચ. બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ના એન.એસ.એસ નો વાર્ષિક કેમ્પ નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો.


શ્રીમતી એચ. બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ના એન.એસ.એસ નો વાર્ષિક કેમ્પ નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો.

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ રાજુલા ના એન.એસ .એસ યુનિટ એક તથા બે નો ધારેશ્વર પ્રાથમિક શાળા ના યજમાન પદે સાત દિવસની ખાસ શિબિર ની પ્રવૃત્તિ બાદ સમાપન સમારોહ યોજાયો. જે કેમ્પસ મેનેજર શ્રી રવિ ભાઈ વ્યાસ ના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો. ધારેશ્વર પ્રાથમિક શાળા ના પટાંગણ માં સમારોહ નો પ્રારંભ મહેમાનો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થી થયો.આ તકે કોલેજ કેમ્પસ ડાયરેકટર શ્રી ડૉ.જીજ્ઞેશ ભાઈ વાજા તથા સેક્રેટરી શ્રી બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી તથા કારોબારી સભ્ય શ્રી ગિરધર ભાઈ ઉનાગર તથા વિમળાબેન ઊનાગર તથા શાળા પ્રિન્સીપાલ શ્રી રાજુ ભાઈ મકવાણા તથા કોલેજ પ્રિન્સીપાલ શ્રી ડો. રીટાબેન રાવળ જાણીતા લેખિકા શ્રી વૃંદા બેન મહેતા તથા પ્રાધ્યાપકો તથા એન. એસ .એસ પ્રોગ્રામ ઓફિસર જાગૃતિ બેન તેરૈયા તથા ભગવતી બેન વડીયા તથા પ્રાથમિક શાળા કોલેજ ના
સારસ્વત ગણ તથા વરિષ્ઠ પત્રકાર શ્રી યોગેશ ભાઈ કાનાબાર તથા વરિષ્ઠ પત્રકાર શ્રી ગોપાલ ભાઈ રાઠોડ તથા ગ્રામ જનો ની ઉપસ્થિતિ રહેલ.
સૌ પ્રથમ પ્રાર્થના થી સમારંભ નો પ્રારંભ થયો ત્યાર બાદ પુષ્પ ગુચ્છ દ્વારા મહેમાનો નું સ્વાગત કરવામાં આવેલ.ત્યાર બાદ માનનીય પ્રિન્સીપાલ મહોદય દ્વારા સ્વાગત ઉદબોધન તથા કેમ્પ ના શુભેચ્છા પ્રેરક માનનીય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિ મહોદયશ્રી કમલ સિહ ડોડીયાસાહેબ તથા ટ્રસ્ટી શ્રી અનંત ભાઇ શાહ સાહેબ તથા ટ્રસ્ટી શ્રી ડી.જે.ધંધુકિયા સાહેબ ના પ્રેરક શુભેચ્છા ને સાદર સ્વીકારી ઋણ ભાવ વ્યક્ત કરેલ. શિબિરાર્થી તથા શાળા ના બાળકો નો સંયુક્ત સાંસ્કૃતિક કાર્યક્રમ સુંદર રહેલ.ત્યારબાદ કોલેજ દ્વારા શ્રી ધારેશ્વર શાળાના બાળકો ને વિવિધ સ્પર્ધા માટે પ્રોત્સાહક ઇનામો મહેમાનો ના વરદ હસ્તે આપી પ્રોત્સાહિત કરાયા.ત્યાર બાદ મહેમાનો ના પ્રાસંગિક ઉદબોધન બાદ કોલેજ દ્વારા ધારેશ્વર પ્રાથમિક શાળા ને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવેલ.શીબિરાર્થી દ્વારા સુંદર અનુભવો વર્ણવવામાં આવેલ.રાસ ગરબા નાટક તથા અભિનય ગીત થી સમારંભ ને તાળીઑ ના ગડગડાટ થી વધાવવામાં આવેલ.પ્રોગ્રામ ઓફિસર દ્વારા આભાર દર્શન કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ ની જહેમત એન.એસ.એસ સ્વયંસેવકો તથા બંને પ્રોગ્રામ ઓફિસર તથા આચાર્યા મહોદયા એ ઉઠાવેલ.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.