ચાર વર્ષ પહેલા ગુમ થયેલ મહિલાને શોધી કાઢતી બોટાદ મહિલા પોલીસની SHE TEAM - At This Time

ચાર વર્ષ પહેલા ગુમ થયેલ મહિલાને શોધી કાઢતી બોટાદ મહિલા પોલીસની SHE TEAM


ચાર વર્ષ પહેલા ગુમ થયેલ મહિલાને શોધી કાઢતી બોટાદ મહિલા પોલીસની SHE TEAM

પોલીસ અધીક્ષક,કે.એફ.બળોલીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક બોટાદ મહર્ષિ રાવલ સાહેબ નાઓના ઉપરોક્ત કામગીરી કરવા માટે બોટાદ મહિલા પોલીસની SHE TEAM ને સુચના તેમજ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવતું હોય જે અન્વયે તા:-૦૫/૦૪/૨૦૨૪ ના રોજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર પી.આર. મેટાલીયા તથા વુ.પો.કોન્સ. ગાયત્રીબેન વસંતભાઇ જોષી તથા ડ્રા.હે.કો.મનહરદાન કેશુભાઈ લાંગાવદરા નાઓ રાણપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જાણવા મળેલ કે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન જાણવા જોગ નં:-૦૫/૨૦૨૦ તા:-૧૪/૦૨/૨૦૨૦ ના રોજ દાખલ થયેલ. જેમા ગુમ થનાર વિરલબેન અશ્વિનભાઇ મુળજીભાઈ મોટકા વાળા હાલ હરેશભાઇ ચિકાભાઇ રાતોજા જાતે ચુવાળીયા કોળી ઉ.વ- 30 રહે ચંદરવા તા,રાણપુર જી-બોટાદ વાળાના ઘરે હોવાની હકિકત મળતા જે જગ્યાએ તપાસ કરતા એક મહિલા હાજર હોય જેનુ નામ ઠામ પુછતા તે વિરલબેન અશ્વિનભાઈ મોટકા રહે-લાઠીદડ તા,જી- બોટાદ વાળાની પત્નિ હોવાનુ જણાવેલ જે મળી આવેલ મહિલાને હસ્તગત કરી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી સારુ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન નાઓને સોપતા જેઓએ આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.