બાંધકામ સાઈટ બની મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર, આસપાસના વિસ્તારોમાં રોગચાળાનો ફેલાવો - At This Time

બાંધકામ સાઈટ બની મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર, આસપાસના વિસ્તારોમાં રોગચાળાનો ફેલાવો


દર વર્ષે નોટિસ અને દંડ છતાં બિલ્ડરો પોરાનાશક કામગીરીમાં નથી રાખતા ગંભીરતા

કોઠારિયા વિસ્તારમાં મહાનગરપાલિકાની મલેરિયા શાખાએ કર્યું ચેકિંગ, નવી બનતી 8 સાઈટ દંડાઈ

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે અને શિયાળો આવતા જ કાબૂ બહાર જાય તેવી શક્યતા છે અને તે રોકવા માટે મચ્છર ઉત્પત્તિ જ રોકવી સૌથી સરળ રસ્તો છે પણ આ કામગીરીમાં બાંધકામ સાઈટ સૌથી ખરાબ ભૂમિકા ભજવે છે. એક નવી બાંધકામ સાઈટ પર અનેક જગ્યાએ મચ્છરના પોરા મળી આવે છે આ પોરામાંથી મચ્છર થઈને આસપાસના જ વિસ્તારોમાં રોગચાળો ફેલાવે છે તેમજ ત્યાં કામ કરતા શ્રમિકોને પણ રોગગ્રસ્ત બનાવે છે. દર વર્ષે મનપાની મલેરિયા શાખા બાંધકામ સાઈટમાં નોટિસ ફટકારે છે આમ છતાં બિલ્ડર આ મામલે જાગૃત થતા નથી. જેને લઈને મનપાની મલેરિયા શાખાએ કોઠારિયા વિસ્તારમાં ઓચિંતુ ચેકિંગ કરીને એક જ વિસ્તારમાંથી 8 સાઈટને નોટિસ ફટકારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.