લઘુમતીઓને સેકન્ડ ક્લાસ સિટીઝન બનાવવાનો પ્રયત્ન દેશના ભાગલાનુ કારણ બનશે : રઘુરામ રાજન - At This Time

લઘુમતીઓને સેકન્ડ ક્લાસ સિટીઝન બનાવવાનો પ્રયત્ન દેશના ભાગલાનુ કારણ બનશે : રઘુરામ રાજન


રાયપુર, તા. 31 જુલાઈ 2022 રવિવારરિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને શનિવારે કહ્યુ કે જો લઘુમતીઓને દેશના સેકન્ડ ક્લાસ સિટીઝન બનાવવાનો પ્રયત્ન થશે તો દેશની અંદર દરાર પેદા થશે. જો દેશની અંદર આવી પરિસ્થિતિ ઉભી થાય તો વિદેશી દખલગીરી વધશે. આનાથી ભારત કમજોર થશે. રઘુરામ રાજનએ ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ તરફથી આયોજિત 5 મા નેશનલ કોન્કલેવને સંબોધિત કરીને આ વાત કહી. આનુ આયોજન છત્તીસગઢના રાયપુરમાં કરવામાં આવ્યુ હતુ. રઘુરામ રાજને ફાયનાન્સિયલ ક્રાઈસિસ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાનુ ઉદાહરણ આપ્યુ. તેમણે કહ્યુ કે જો દેશમાં રોજગાર પેદા નહીં થાય અને લઘુમતીઓ પર અત્યાચાર થશે તો પરિસ્થિતિ શ્રીલંકા જેવી થઈ જશે. આવી સ્થિતિનું પરિણામ ક્યારેય સારુ ન હોઈ શકે.ડેવલપમેન્ટ માટે લિબરલ ડેમોક્રેસી જરૂરી છેપોતાના સંબોધનમાં રઘુરામ રાજને લિબરલ ડેમોક્રેસીના ફાયદા જણાવ્યા. તેમણે કહ્યુ કે આર્થિક પ્રગતિ માટે લોકતંત્રનુ લિબરલ હોવુ જરૂરી છે. ડેમોક્રેસી અને ઈન્સ્ટીટ્યુશન જેટલુ મજબૂત હશે, દેશની તેટલી જ વધારે પ્રગતિ થશે. ઉદારતાવાદને લઈને તેમણે કહ્યુ કે આનો અર્થ કોઈ ધર્મ વિરુદ્ધ હોતો નથી. દરેક ધર્મનો સાર દરેકમાં શ્રેષ્ઠ શોધવાનો છે. દેશને સત્તાવાદી નેતૃત્વની જરૂર નથી. આ વિકાસનુ પ્રાચીન મોડલ છે જેમાં ગુડ્સ એન્ડ કેપિટલ પર ફોકસ કરવામાં આવે છે. જોકે, ફોકસ લોકો પર અને આઈડિયા પર હોવુ જોઈએ. આર્થિક ક્ષેત્રે સુધારાના માર્ગે ભારતઆર્થિક સ્થિતિને લઈને રઘુરામ રાજને કહ્યુ કે ભારતમાં પાડોશી દેશો પાકિસ્તાન અને શ્રીલંકા જેવા સંકટની કોઈ સંભાવના નથી. રિઝર્વ બેન્ક દ્વારા ફોરેક્સ રિઝર્વને વધારવા માટે ઉઠાવવામાં આવેલા પગલા અને મોંઘવારીને લઈને લેવાતા પગલાને સાચી દિશામાં ગણાવ્યા છે. ભારતમાં આગામી સમયમાં મોંઘવારીનુ દબાણ ઘટશે અને સમગ્ર દુનિયાના સંકેતોને જોતા ભારતમાં ખાદ્ય મોંઘવારી વધુ ઘટશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.