ધંધુકા થી પગપાળા ખોડીયાર યુવક મંડળ દ્વારા રાજપરા ખોડીયાર મંદિર નવરાત્રી ના સંઘનુ આજે પ્રસ્થાન કરાયુ. - At This Time

ધંધુકા થી પગપાળા ખોડીયાર યુવક મંડળ દ્વારા રાજપરા ખોડીયાર મંદિર નવરાત્રી ના સંઘનુ આજે પ્રસ્થાન કરાયુ.


ધંધુકા થી પગપાળા ખોડીયાર યુવક મંડળ દ્વારા રાજપરા ખોડીયાર મંદિર નવરાત્રી ના સંઘનુ આજે પ્રસ્થાન કરાયુ.

ધંધુકા થી પગપાળા ખોડીયાર યુવક મંડળ દ્વારા રાજપરા ખોડીયાર મંદિર નવરાત્રી ના સંઘનુ આજે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમા મોટી સંખ્યામાં ધંધુકા થી પગપાળા ખોડીયાર મંદિર રાજપરા જશે. ધંધુકા થી પગપાળા ખોડીયાર યુવક મંડળ દ્વારા બાવન ગજ ની ધજા લઈ ને માં ખોડીયાર મંદિર રાજપરા ખાતે પહેલા નોરતે ચડાવવામાં આવે છે.

ખોડિયાર મંદિર રાજપરા ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા ગામે આવેલ છે. જે ભાવનગર થી ૧૮ કિ.મી. તથા સિહોર થી ૪ કિ.મી. નાં અંતરે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે. ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યુ હતું. ત્યાર બાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરનાં રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતાં. અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર (સતર) ભાવસિંહજીએ ચડાવ્યુ હતું. કહેવાય છેકે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે.

રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.