લીંબડી શાળા નંબર 6 ખાતે ધોરણ 8 નો વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવ ઉજવાયો - At This Time

લીંબડી શાળા નંબર 6 ખાતે ધોરણ 8 નો વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવ ઉજવાયો


લીંબડી શાળા નંબર 6 ખાતે ધોરણ 8 નો વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવ ઉજવાયો

લીંબડી હોસ્પિટલ રોડ પર આવેલ શાળા નંબર 6 ખાતે બાલવાટિકા થી લઈને ધોરણ 8. નો વિદાય સમારોહ યોજાયો તેમજ વાર્ષિકોત્સવ ઉજવાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે બી.આર.સી . અશોકભાઈ વાઘેલા, સી.આર.સી. દેવરાજભાઈ સિંધવ, કલ્પેશ વાઢેર, હીરજીભાઈ રાઠોડ સહિતના મહેમાનો હાજર રહ્યા હતાં તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ પણ હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં બાલવાટિકા થી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમા નાટક, ડાન્સ, વક્તવ્યની અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી અને આ કાર્યક્રમનનુ સંચાલન બાળકો દ્રારા કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ શાળા ના આચાર્ય ઘનશ્યામભાઈ ગોહિલ દ્રારા અને આજ શાળાના શિક્ષકોના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલ તેમજ લીંબડી તાલુકાના શિક્ષક સંઘના અને આ શાળાના શિક્ષક રમેશભાઈ સોડલા હાજર રહ્યા હતાં ત્યારે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ બાળકોને પાઉંભાજી આપવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

રિપોર્ટ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.