છોટાઉદેપુરની યુવતીનું રિક્ષાચાલકે અપહરણ કરી ચાર દી’ ગોંધી રાખી, 108ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું - At This Time

છોટાઉદેપુરની યુવતીનું રિક્ષાચાલકે અપહરણ કરી ચાર દી’ ગોંધી રાખી, 108ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું


ચાર દી’ કંઇ ખાવા ન આપ્યું, પાણીનું ટીપું પણ નહીં આપતા યુવતીની તબિયત લથડી

અમદાવાદની 108ની ટીમે રાજકોટ જાણ કરી અને યુવતીની ભાળ મેળવી બસ સ્ટેશન પાસેથી શોધી કાઢી

છોટાઉદેપુરથી પાંચેક દિવસ પૂર્વે અમદાવાદ જવા નીકળેલી 23 વર્ષની યુવતી લાપતા બની હતી, યુવતીએ તેના પિતાને ફોન કર્યો પરંતુ તે ક્યાં છે તે કહી શકતી નહોતી અને બોલવા સક્ષમ પણ નહોતી, આ અંગે રાજકોટ 108ની ટીમને જાણ થતાં યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને એસટી બસ સ્ટોપથી તેને શોધી કાઢી પોલીસને સોંપી યુવતીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જો કે, યુવતીઅે કહ્યું હતું કે, મને રિક્ષાચાલક કોઈ અજાણી જગ્યાએ લઈ ગયો હતો અને મને ત્યાં ગોંધી રાખી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.