ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના પુરવઠા અધિકારી ફરજ પર ગેર હાજર રહેતાં લેખીત રજુઆત કરવા આવી - At This Time

ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના પુરવઠા અધિકારી ફરજ પર ગેર હાજર રહેતાં લેખીત રજુઆત કરવા આવી


મળતી માહિતી મુજબ -જેસર તાલુકાના પુરવઠા અધિકારી ફરજ પર ગેરહાજર રહેતાં જેસર મામલતદારને લેખીત રજુઆત કરવામાં આવી હોય જેસર તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને હાલ તાલુકા કોંગ્રેસ મહામંત્રી અશોકભાઇ વાઘેલા દ્વારા મામલતદારને લેખીત રજુઆત કરી જણાવેલ કે તા.૨૭/૨/૨૦૨૩ નાં સવારનાં સમય ૧૦:૩૦થી ૨:૦૦ કલાક સુધી પુરવઠા અધિકારી ફરજ પર ન હોવાથી ગામડાના અનેક લોકોનાં કામો રઝળી પડતા એકબાજુ ધંધા રોજગાર પડી ભાંગ્યા હોય ત્યારે બીજીબાજુ મજુરી કરીને ગુજરાન ચલાવતા લોકો મજુરી કામ છોડીને પુરવઠાનાં કામ બાબતે કચેરી આવતાં હોય ત્યારે અધિકારી ફરજ પર ગેર હાજર રહેતાં લોકોને ધરમ ધક્કા થતાં હોય તેમજ પુરવઠા વિભાગમાં રોજ બરોજ નેટ ન હોવાનાં ખોટાં બહાનાં બતાવી રહ્યાના આપેક્ષ સાથે મામલતદારને લેખીત રજુઆત કરી હતી અને આ લેખીત રજુઆતને તાત્કાલિક ધ્યાન પર લેવામાં નહિં આવે તો જેસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસવાની લેખિત ચિમકી આપવામાં આવેલ

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.