જસદણના લોહિયાનગર વિસ્તારમાં રોડનું કામ ગોકળગતીએ : રહીશો થયા ત્રાહિમામ - At This Time

જસદણના લોહિયાનગર વિસ્તારમાં રોડનું કામ ગોકળગતીએ : રહીશો થયા ત્રાહિમામ


જસદણના લોહિયાનગર વિસ્તારમાં રોડનું કામ ગોકળગતીએ : રહીશો થયા ત્રાહિમામ

જસદણમાં વિસ્તારોમાં ખૂણે ખૂણે જ્યારે રોડ રસ્તાઓની કામગીરી ચાલુ છે ત્યારે આંબેડકર નગર જવા માટે લોહિયાનગર વિસ્તારમાં છેલ્લા છ થી સાત મહિનાઓથી રોડનું કામ ચાલે છે અન્ય વિસ્તારોમાં છેલ્લા 6 થી 7 મહીનાઓ થી કામ ચાલે છે પણ લોહિયા નગર વિસ્તારનું કામ દિવાળી પર્વ નો સમય પણ નીકળી જતા આ કામ પૂરું થયું નથી. ત્યારે દિવાળી જેવો મોટો પર્વ પણ આ વિસ્તારના લોકોએ ખોદાણ કરેલ રોડમાં ઉજવેલ. આ રોડનું કામ ચાલુ થતા રોડ દોઢ થી અઢી ફૂટ ખોદતા વાહન ચાલકો તેમજ આ વિસ્તારના નગરજનો ખૂબ જ તકલીફ વેથી રહ્યા છે ત્યારે એડવોકેટ વિજય ભાઈ પરમાર અને આસપાસ વિસ્તારના લોકો દ્વારા 12.10.2022 ના રોજ જસદણ નગર પાલિકામાં ચીફ ઓફિસર ને લેખિતમાં અરજી આપી હતી ત્યારે વિજય ભાઈ પરમારે મીડિયામાં આક્રોશ સાથે જણાવેલ કે ગુજરાત સરકાર કરોડો રૂપિયાના કામ કરે છે અને જ્યારે જસદણમાં 6 - 6 મહિનાઓથી પડેલા કામ હજુ સુધી પૂરા નથી થયા અને તંત્રને આ બાબતે પેટમાં પાણી પણ નથી હલતું ત્યારે જસદણમાં અમુક અમુક ટાર્ગેટ શેરીઓમાં જોર શોર થી કામ થઈ રહ્યા છે અને જસદણ ના આ પછાત વિસ્તારમા એક પણ અધિકારી રોડના કામ ને લઇ ને આજ દિન સુધી જોવા નથી આવ્યા ત્યારે વધુ માં વિજય ભાઈ જણાવેલ કે પ્રાથમિક શાળા પણ આ વિસ્તારમા હોવાથી નાના ભૂલકાઓ પણ રસ્તા ને લઈને મુશ્કેલી જીલી રહ્યા છે આ ખૂબ શરમજનક બાબત કહેવાય કે કેબિનેટ મંત્રી જ્યારે જસદણ ના હોય અને આવા નાના વિસ્તારોમાં કામ ઊભા હોય ચીફ ઓફિસર પણ જવાબ કે કાર્યવાહી હાથ નથી ધરી રહ્યા. તેમજ આ બાબતે જસદણ પ્રાંત કચેરીમાં પણ આ પ્રશ્ન ને લઈને અરજી કરવામાં આવી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.