એક મોબાઈલ છોડો, અનેક ફાયદાઓને જોડો “હું બનું મોબાઈલ ઉપવાસી” બનો.
દોઢ વર્ષથી ચાલતાં પ્રોજેક્ટનાં મળેલ સકારાત્મક પરિણામો.
'રીલ'માંથી 'રીયલ' લાઇફ તરફ જવાનો પ્રયાસ.
ઢસા જંક્શનની કન્યા અને કુમાર શાળામાં છેલ્લા દોઢ વર્ષથી ચાલતાં મોબાઈલ ઉપવાસથી બાળકોમાં અનેક પરિવર્તનો આવેલ છે. ઢસા જં. કન્યા શાળામાં શિક્ષક પ્રવીણભાઈ મકવાણા દ્વારા મોબાઈલનો વધુ ઉપયોગ અને તેનાથી અભ્યાસ ઉપર તથા સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસરો થતી જોઇ અને તેના નિવારણ માટે મોબાઈલ ઉપવાસનો વિચાર બાળકો સાથે રજુ કરીને દરેક દર રવિવારે મોબાઈલનો ઉપવાસ કરે એટલે કે મોબાઈલ નો ઉપયોગ ન કરે તેવો એક શિક્ષક અને 44 બાળકોએ સંકલ્પ લીધો હતો. ઉપવાસી બાળકો અને શિક્ષકનાં પ્રયાસોથી શેરીએ-શેરીએ મોબાઈલ ઉપવાસનું આંદોલન ચાલ્યું. આજુબાજુના નવગામોની શાળાઓમાં જઇને વિચારની રજૂઆત કરી અને બાળકો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા. આ ઉપવાસ કરનારાની સંખ્યા દિનપ્રતિદિન વધતી જ રહી. તે સમયે ઘણા બધા અખબારો અને T.V.ચેનલોએ આ વિચારને સારું કવરેજ આપેલ. આ પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયાની મદદથી અત્યારે આ વિચાર ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ અમલમાં છે. આધારભૂત માહિતી લગભગ 2200 જેટલા લોકો આ ઉપવાસમાં જોડાયાની માહિતી છે પણ મિડીયામાં વાંચીને જોડાનારની સંખ્યા ઘણી મોટી હોઇ શકે છે. આ વિચારને ઘણા બધા મહાનુભાવો જેમ કે જી.પી.એસ.સી.ચેરમેનશ્રી હસમુખ પટેલસાહેબ,ભારતીબેન શિયાળ, બોટાદ જિલ્લા પોલીસ વડા કે.એફ. બળોલીયા સાહેબ, બોટાદ ડી.વાય.એસ.પી.શ્રી સૈયદસાહેબ, ગઢડા બી.આર.સી.શ્રી રાજદીપસિંહ, ડાયટ ભાવનગર અધ્યાપકશ્રી વાજાસાહેબ, સરપંચશ્રી ઢસા જંક્શન વગેરે દ્વારા પ્રોત્સાહન મળતાં પ્રવૃતિને સારો એવો વેગ મળેલ છે. પ્રસિધ્ધ સામયિક 'ચિત્રલેખા' માં પણ મોબાઈલ ઉપવાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લાનાં ઇનોવેશનમાં પણ આ વિચારને પ્રવીણભાઈ મકવાણા દ્વારા મૂકવામાં આવતાં પ્રદર્શન જોવા આવેલ પ્રબુધ્ધ લોકોએ તેને સ્વીકારીને ને પોતાની શાળાઓમાં પણ શરૂ કરવાનું વિચારેલ તથા આ વિચારને ઇનોવેશનનાં શ્રેષ્ઠતામાં સ્થાન આપીને બોટાદ ડાયટનાં અધ્યાપકશ્રી દિપકભાઇ ચૌહાણ અને મુકેશભાઈ પઢિયાર દ્વારા ઝોન કક્ષા માટે મોકલવા માટે પસંદ કરેલ છે.
આ ઉપવાસથી બાળકોમાં અનેક મૂલ્યોની સાથે સુટેવો અને સદગુણોનો વિકાસ થયો છે. આ ઉપવાસનાં વિચારનો પ્રચાર કરતાં બાળકોમાં જાહેરમાં બોલવાની કળા, પોતાનાં વિચારો સ્પષ્ટપણે રજૂઆત કરી શકવાની આવડત, લોકો સામે બોલવાનો સભાક્ષોપ દૂર થયા, સત્ય વાત બેધડક રજૂ કરવાની હિંમત, સારુ અને નરસું પારખવાની શક્તિનો વિકાસ જેવા અનેક મૂલ્યોનો વિકાસ થયો. આ તો માત્ર મોબાઈલ ઉપવાસનાં વિચારોને ફેલાવવાનાં જ કેટલાક ફાયદાઓ જણાવેલ છે બાકી મોબાઈલનો ઉપવાસ કરવાથી તો અસંખ્ય ફાયદાઓ અને ફેરફાર જોવા-જાણવા મળેલ છે. બાળકોને મોબાઈલ ઉપવાસથી પોતે શું શું કરી શક્યા અને તેમને કેવા ફાયદા થયા તે વિશે જણાવવાનું કહેતા બાળકોએ પોતાને થયેલા લાભો અને ભવિષ્યમાં થનારા લાભ વિશે વિસ્તૃત જવાબો લખીને આપ્યા. આ ફાયદાઓનું પ્રવીણભાઇ દ્વારા એકંદર કરતાં લગભગ 160 જેટલી હકારાત્મક બાબતો જોવા મળી. જેવી કે તેઓએ મોબાઈલનો ઉપવાસ કર્યો ત્યારે મમ્મીને કામમાં મદદ કરી, દાદા-દાદીની સેવા કરી તેમની પાસે વાર્તાઓ સાંભળી તેમનાં જમાનાની વાતો જાણી, ઘરમાં બધા ભેગા મળીની વાતો કરતાં કરતાં જમતાં, ભગવદગીતા વાંચી અને તેના વિશે જાણ્યું, મેદાનમાં રમતો રમી, મમ્મી-પપ્પા વચ્ચે ઝગડા ઓછા થાય છે, પહેલા કોઈ મોબાઈલ લઇ લે તો આત્મહત્યાનાં વિચારો આવતા હતાં તે દૂર થયા, બીક ઓછી થઇ, પપ્પા ગમવા લાગ્યા, મિત્રો વધ્યા, આંખોની બળતરા ઓછી થઇ, હવે માથું દુખતું નથી, પરીક્ષાની તૈયારી સારી કરી અને સારા માર્ક્સ પણ આવ્યા, ધાર્મિક સ્થળોમાં જઇ શકાય છે, વહેલા જાગી શકાય છે,મોબાઈલની like ને નહી પણ life ને મહત્વ આપ્યું, મોબાઈલ 'સ્ટેટસ'મૂકવાને બદલે સાચું 'સ્ટેટસ' બનાવવનો ખ્યાલ જનમ્યો વગેરે જેવી અનેક જીવનને મંગલમય બનાવનારી બાબતો સામે આવી. તો મોબાઈલનો અતિરેક અને દુરુપયોગ છોડીને બાળકો દર રવિવારે સવારથી સાંજ સુધી અને વડીલો નિયમિત સાંજે-7:00 થી રાત્રીનાં 9:30 સુધી મોબાઈલથી દૂર રહીને ઉપવાસ કરો અને સારા પરીવાર નિર્માણ, આદર્શ બાળ ઘડતર, સુંદર સમાજ વ્યવસ્થા કરીને આદર્શ રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપીએ.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
