માતા સાથે કામ મામલે ઝઘડો થતા પુત્રીએ ઝેરી દવા પી લીધી - At This Time

માતા સાથે કામ મામલે ઝઘડો થતા પુત્રીએ ઝેરી દવા પી લીધી


નાનામવા સર્કલ પાસે રહેતી માતાને ત્યાં કામ કરવા ગયેલી હસીનાબેનને માતા સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લેતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર હરીહર ચોક દાતાર તકીયાવાળા ખાડામાં રહેતી હસીનાબેન કાસમભાઈ શેખ (ઉ.વ.35) ગત રોજ નાનામવા સર્કલ પાસે રહેતી તેની માતા શકીનાબેન જે બિમાર હોઇ જેથી ઘરકામ માટે ત્યાં ગઇ હતી. જેબાદ મારા પતિ એકલા હોય જેથી હવે હું મારા ઘરે જાવ છું તેમ હસીનાબેને કહેતા તેમની માતાએ થોડા દિવસ વધુ રોકાવા મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો.
જેથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાઈ હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.