જસદણ એસ ટી ડેપોમાં ત્રણ નવી નક્કોર બસો આવી: પ્રવાસીઓને રાહત - At This Time

જસદણ એસ ટી ડેપોમાં ત્રણ નવી નક્કોર બસો આવી: પ્રવાસીઓને રાહત


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ એસ ટી ડેપો ખાતે ત્રણ નવા વાહનોનું લોકાર્પણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં જુદી જુદી સંસ્થાના ભાઈ બહેનો તેમજ જસદણ ડેપોના અઘિકારીઓ કર્મચારીઓ જોડાયા હતાં અને એસ ટી તંત્રની ભારોભાર પ્રશંસા કરી હતી જસદણ ડેપો પરથી ઉપડતી ત્રણ બસો નવી નકોર આવતાં મુસાફરોને પણ હવે રાહત મળશે દરમિયાન શહેરના યુવા આગેવાનો વિજયભાઈ રાઠોડ અને અલ્પેશભાઈ રૂપારેલિયાએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જસદણ એસ ટી ડેપો વિશાળ જગ્યામાં ફેલાયેલો છે એસ ટી તંત્ર દ્વારા વાહનોમાં અપડેટ થતું રહે છે ખાસ કરીને આટકોટમાં ખખડધજ બસ સ્ટેન્ડ હતું પરંતુ એસ ટી ની અવરજવરને ધ્યાને લઈ રાજ્યની સરકારએ તંત્ર સાથે રાખી ખાસ કિસ્સામાં અઘતન બસ સ્ટેન્ડ ફાળવ્યું છે ત્યારે જસદણ એસ ટી ડેપોમાં ત્રણ નવાં વાહન આવતાં પ્રવાસીઓને પણ હવે રાહત મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.