કોરોનાના કેસ વધતા સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ : 100 બેડની હોસ્પિટલ, ICU, ઓક્સિજન સહિતની સુવિધા ઉપલબ્ધ - At This Time

કોરોનાના કેસ વધતા સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ : 100 બેડની હોસ્પિટલ, ICU, ઓક્સિજન સહિતની સુવિધા ઉપલબ્ધ


રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને સિવિલ હોસ્પિટલનું તંત્ર હવે એલર્ટ બન્યું છે. કોરોનાને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલમાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે જેમાં બાળકો માટે અલગ 100 બેડ રાખવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે મનપાની સાથે સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. કોરોનાને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં કોરોના કાળ સમયે તૈયાર કરવામાં આવેલી 100 બેડની હોસ્પિટલ ફરી કાર્યરત કરાઈ છે. સાથે જ બાળકો માટે 100 બેડનો એક અલગ બોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. શહેરમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે અને તેના લીધે જ કોરોનાના નવા કેસ ડીટેકટ થઈ રહ્યા છે. સાથે જ ઈનફ્લુએંઝા નામના ફ્લૂને પહોંચી વળવા માટે ડોકટરની ટીમને ખડેપગ રાખવામાં આવી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.