મુળી ના સરલા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળા ની વધુ એક સિદ્ધિ - At This Time

મુળી ના સરલા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળા ની વધુ એક સિદ્ધિ


*મુળી નાં સરલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ની વધુ એક સિદ્ધિ*

વડોદરા મુકામે યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મધ્ય ગુજરાત યુવા મહોત્સવ 2022 માં મધ્ય ગુજરાતના 12 જિલ્લાના વિવિધ સ્પર્ધકો વચ્ચે અલગ-અલગ સ્પર્ધાઓઓ યોજાઇ હતી જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ના વિદ્યાર્થી ઉદ્દેશા અનિલ જસરાજભાઈએ શાળાના શિક્ષક વારિસભાઈ ભટ્ટાના માર્ગદર્શન હેઠળ ભાગ લઈને મધ્ય ગુજરાત ખાતે યુવા ઉત્સવ 2022 માં પ્રથમ ક્રમાંક મેળવીને સરલા ગામની સરકારી શાળા અને સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ના વિદ્યાર્થીઓ આ અગાઉ પણ કલાના ક્ષેત્રે ઘણી બધી સફળતાઓ મેળવી ચૂક્યા છે ત્યારે વડોદરા મુકામે યોજાયેલ યુવા ઉત્સવ 2022 માં દુહા છંદ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવીને શાળાના વિદ્યાર્થીએ સરકારી શાળાને વધુ એક સિદ્ધિ અપાવી છે. સરકારી શાળાનો વિદ્યાર્થી હવે ગુજરાત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈને સુરેન્દ્રનગર જિલ્લાનું નામ આગળ વધારશે વિદ્યાર્થીની આ સફળતાને શાળાના આચાર્ય શિક્ષક મિત્રો અને ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી.
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.