સાબરકાંઠા જિલ્લામાં-: ચેન સ્નેચીંગનાં વણ શોધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ચોર ઇસમોને પકડી પાડતી પ્રાંતિજ પોલીસ........ - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: ચેન સ્નેચીંગનાં વણ શોધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ચોર ઇસમોને પકડી પાડતી પ્રાંતિજ પોલીસ……..


સાબરકાંઠામાં-: પોલીસ મહાનિરીક્શક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિકશક વિશાલકુમાર વાઘેલાનાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ચોરીના ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય.. જે અન્વયે એ.કે પટેલ વિભાગીય પોલીસ અધિકારી હિંમતનગર વિભાગ હિંમતનગર તથા પી.પી.વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટરનાઓના માર્ગદર્શન હેઠળ ચોરી તથા મિલ્કત સબંધી ગુન્હા શોધી કાઢવા પ્રાંતિજ પોલીસ સતત કાર્યરત રહેલ.. તે દરમ્યાન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મનિષકુમાર બલભદ્રસિંહ બ.નં-૦૩૫ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તાર ના.રા પેટ્રોલીંગમાં હતા.. ત્યારે તાજપુર કુઇ બસ સ્ટેશન પાસે વાહન ચેકિંગ ચાલુ કરેલ.. તે દરમ્યાન અમો તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રીતેષકુમાર પ્રથુભાઇ બ.નં.૭૭૩૬ ખાનગી રાહે હકીકત મળેલ કે બે ઇસમ નંબર વગરનું પલ્સર મોટર સાયકલ લઇ બોરીયા સીતવાડા ગામ તરફથી પ્રાંતિજ બાજુ આવે છે.જે ઇસમો શંકમંદ છે,જેથી સદર મો.સા.ની વોય તપાસમાં હતા તે દરમ્યાન મો.સા. ચાલક જેની પાછળ એક અન્ય ઇસમ બેઠેલ હતો.. તે લઇ આવતાં તેને હાથનો ઇશારો કરી રોકી ઉભુ રખાવેલ અને સદરીની પુછપરછ કરતાં સદરી ઇસમ યોગ્ય જવાબ નહિ આપી ગલ્લા તલ્લા કરતો હોઇ,જે બાદ સદરી ઇસમોનું નામઠામ પુછતાં મોટર સાયકલ ચાલક ઇસમ પોતે પોતાનુ નામ- મનોજભાઇ બદનાભાઇ કળવી ઉ.વ.૨૫ રહે.હાલ-અલુવા હિલ્સ તા.પેથાપુર જી.ગાંધીનગર મુળ રહે.ગમલા તા.જી.દાહોદનો હોવાનું જણાવતો હોય સદરીની પાછળ બેઠેલ ઇસમનું નામઠામ પૂછતાં આફતાબ મોહમ્મદ યુનુસ સુમરા,ઉ.વ.૨૪,રહે.પ્રાંતિજ લવારબારી ગલેચી ભાગોળ તા.પ્રાંતિજનો હોવાનું જણાવતા હોય સદરી ઇસમો પોતાની હાજરી સબંધે પૂછતાં કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય અને કંઇ છુપાવતા હોય સદરી બંન્નેને અત્રેના પોસ્ટે લાવી પુછપરછ કરતાં સદરી આજથી ચારેક માસ અગાઉ હિંમતનગર ખાતે પોલીટેકનિક કોલેજ વિસ્તારમાંથી ચેઇન સ્નેચિંગ કરેલ આ ગુન્હો કરતી વખતે પલ્સર મોટર સાયકલ ઉપયોગ કરેલ હોવાની કબુલાત કરતા.. જે અંગે એ ડીવીઝન પોલિસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરતાં સદર પોલિસ સ્ટેશન ખાતે પાર્ટ એ-૧૧૨૦૯૦૧૬૨૨૦૯૭૩/૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯ (૬)(૩) ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય સદરી ઇસમોને આજરોજ તા.૦૫/૦૩/૨૦૨૩ ના કલાક-૦૪/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી એ ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓને પલ્સર મોટર સાયકલ સાથે આગળની કાર્યવાહી સારૂ સોપેલ છે.આમ,પ્રાંતિજ પોલીસે ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ જેમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર માનસિંહ મનવંતસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મનિષકુમાર બલભદ્રસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મદનસિંહ કલ્યાણસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઇ શંકરભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઇ સુરેશભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ તુષારકુમાર રમેશભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રીતેષકુમાર પ્રભુભાઇ.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.