માંજલપુરના મોલની દુકાનમાંથી પૂર્વ કર્મચારી દ્વારા ચોરી - At This Time

માંજલપુરના મોલની દુકાનમાંથી પૂર્વ કર્મચારી દ્વારા ચોરી


વડોદરા,માંજલપુર ઇવા મોલમાં આવેલી રેડિમેડ ગારમેન્ટની દુકાનના કર્મચારીએ જ રોકડા ૫૦ હજારની ચોરી કરી હતી.સીસીટીવે કેમેરામાં ચેક કરતા કર્મચારીની કરતૂતો બહાર આવી હતી.જે અંગે કંપનીના એચ.આર.મેનેજરે ફરિયાદ નોંધાવી છે.સમા - સાવલી રોડ પર વેલેરિયન ફ્લેટમાં રહેતા ચિરાયુ કૃષ્ણકાંત પંચાલ શીવેરા લાઇફ સ્ટાઇલ પ્રા.લિ.કંપનીની માંજલપુર ઇવા મોલમાં સ્પાઇકર જીન્સ રેડિમેડ દુકાન છે.ચિરાયુએ પોલીસને જણાવ્યું છે કે, તે કંપનીમાં હું એચ.આર.મેનેજર તરીકે નોકરી કરૃં છું.દુકાનમાં લક્ષ્મીબેન પ્રવિણભાઇ  કદમ,અજય તેમ્બુલને, પિન્ટુ માળી તથા રાજ પાડવે નોકરી કરે છે.પરંતુ,રાજ પાડવે છેલ્લા બે મહિનાથી નોકરી પર આવતો નથી.આ દુકાનનું ઓડિટ તા.૦૫-૦૮-૨૦૨૨ ના  રોજ કરવામાં આવતા રોકડની ઘટ આવી હતી.અમે દુકાન તથા મોલના કેમેરા ચેક કરતા રાજ પાડવે તા.૦૯-૦૭-૨૦૨૨ ના  રોજ  દુકાનનું શટરનું લોક ખોલીને અંદર પ્રવેશ રોકડા ૫૦ હજાર ચોરી કરી હોવાનું જણાયું હતું.માંજલપુર  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.