પુરવઠા ખાતાનું સર્વર ડાઉન રહેતા રેશનકાર્ડધારકો અનાજથી વંચિત રહ્યા - At This Time

પુરવઠા ખાતાનું સર્વર ડાઉન રહેતા રેશનકાર્ડધારકો અનાજથી વંચિત રહ્યા


અમદાવાદ,તા.03 ઓગષ્ટ 2022, બુધવારરેશનિંગની દુકાનોમાં સર્વર ડાઉન હોવાથી બુધવારે કાર્ડધારકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. સવારે ૮ વાગ્યાથી સોફ્ટવેર ડાઉનની સમસ્યા નડતા  અનાજ વિતરણની કામગીરી ઠપ થઇ હતી. અંગુઠાની પ્રિન્ટ કે મોબાઇલ ઓટીપી સહિતના તમામ વિકલ્પો પણ બિન અસરકારક સાબિત થયા હતા.શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે. રેશનિંગની દુકાનોમાં તહેવારોને લઇને એનએફએસએ  કાર્ડધારકોને ૧૦૦ રૂપિયે એક લીટર સિંગતેલ આપવામાં આવનાર છે. બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને ૧ કિલો ખાંડ મળશે. ઉપરાંત  નિયમિત રૂપે દર મહીને મળવાપાત્ર ઘઉં, ચોખાનો જથ્થો પણ મળનાર છે.આ જથ્થો લેવા માટે કાર્ડધારકો રેશનિંગની દુકાનોમાં ધક્કા ખાઇ રહ્યા છે. બુધવારે સવારથી જ ઓલાઇન આધાર એરર એન૩૦૦૧ કોમ્પ્યુટરમાં આવતા કાર્ડધારકોને જથ્થો મળી શક્યો નહતો. આખો દિવસ તેઓ ધક્કો ખાતા રહ્યા પરંતુ સર્વર  ડાઉનનો જવાબ મળતા તેઓ વિલા મોઢે પરત ફર્યા હતા. દુકાનદારોએ આવતીકાલે સવારે આવવાની સુચના આપી હતી. આમ પુરવઠા ખાતાના સર્વર વારંવાર ઠપ થતા કાર્ડધારકોને હાલાકી ભોગવવી પડી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.