રિયા તારા વિચારોને સલામ સમાજને નવી રાહ ચિંધવા માટે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે વાળનું દાન કર્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tgahjcheay34ofmm/" left="-10"]

રિયા તારા વિચારોને સલામ સમાજને નવી રાહ ચિંધવા માટે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે વાળનું દાન કર્યું.


રિયા તારા વિચારોને સલામ સમાજને નવી રાહ ચિંધવા માટે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે વાળનું દાન કર્યું.

દરેક વ્યક્તિ માટે અને ખાસ કરીને તો મહિલાઓની સુંદરતા વધારવા પાછળ વાળની ભૂમિકા ખુબ જ મહત્ત્વપૂર્ણ રહે છે. સ્ત્રીઓને પોતાના વાળ ઘણા પ્રિય હોય છે. આ જ કારણે સ્ત્રીઓ ક્યારેય વાળ ડોનેટ કરાવવાનું વિચારતી પણ નથી.

એવામાં જુના બજાર ભરૂચમાં રહેતી યુવતીએ લોકો શું કહેશે તેની ચિંતા કર્યા વગર સમાજને નવી રાહ ચિંધવા માટે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે વાળનું દાન કર્યું હતું.

ભરૂચની રિયા ઉલ્પેશ ઉપાધ્યાય કે જે હાલ જર્નલિસ્ટ છે. રિયાએ વડોદરા ખાતે આવેલ HCG કેન્સર સેન્ટર ખાતે કેન્સર પીડિત દર્દીઓ માટે વિગ બનાવવા આ વાળનું દાન કર્યું છે . આ રીતે પોતાના વાળ દાનમાં આપી જર્નલિસ્ટ રિયાએ કેન્સર જાગૃતિ મામલે અનોખું યોગદાન આપ્યું છે.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]