રણોત્સવમાં સોમનાથ ટ્રસ્ટની "પ્રભાસ તીર્થમાં સોમનાથ" પ્રદર્શન ગેલેરીનો પ્રારંભ - At This Time

રણોત્સવમાં સોમનાથ ટ્રસ્ટની “પ્રભાસ તીર્થમાં સોમનાથ” પ્રદર્શન ગેલેરીનો પ્રારંભ —–


રણોત્સવમાં સોમનાથ ટ્રસ્ટની "પ્રભાસ તીર્થમાં સોમનાથ" પ્રદર્શન ગેલેરીનો પ્રારંભ
-----
પ્રસિદ્ધ કથાકાર ડૉ.મહાદેવ પ્રસાદ મહેતાના શુભ હસ્તે થયું ગેલેરીનું ઉદ્ઘાટન

કચ્છ,05/01/2024
એશિયાના સૌથી મોટા ઉત્સવોમાના એક એવા કચ્છના રણોત્સવમાં સેહલાણીઓને મળશે સોમનાથ મહાદેવના દર્શન. પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિરનું વ્યવસ્થાપન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શની નું નિર્માણ કરવામાં આવ્યું છે. ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ જ્યોતર્લિંગનો ઇતિહાસ, શ્રી કૃષ્ણ નિજધામ ગમન તીર્થ, સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી, વૈદિક આધારો સાથે કાલ ગણના, શ્રીકૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન, સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઇ પટેલે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનો કરેલ સંકલ્પ અને ત્યાર બાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથા થી મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે.

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે, જેમની દીર્ઘદ્રષ્ટિ યુક્ત અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ માત્ર ઉત્તમ આતિથ્ય જ નહીં પરંતુ દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ડોરમેટ્રી સહિત સસ્તું રહેઠાણ, વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ આપે છે, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ઉત્તમ સુવિધા સુવિધાઓ સાથે ઉત્કૃષ્ટ યાત્રી સંબંધિત વ્યવસ્થા ઊભી કરવાના સતત પ્રયાસો કરવામાં આવે છે. પર્યાવરણ પ્રત્યે જવાબદારી લઈને 11 લાખ વૃક્ષારોપણ અભિયાન હોય કે 5 બિલ્વ વનો નું નિર્માણ, મહાદેવને પવિત્ર કરાયેલા નિર્માલ્ય જળનું શુદ્ધિકરણ કરીને સોમગંગાનું નિર્માણ હોય કે પછી 10 કરોડ લીટરથી વધુ સુએઝ પાણીનું રિસાયકલીંગ હોય સોમનાથ ટ્રસ્ટ સમયની સાથે સમાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે. ગર્ભગૃહ અને મંદિરના શિખર પરના 1400 કલશ સુવર્ણ મંડીત કરાયા છે.સોમનાથ ટ્રસ્ટ આવા સતત કાર્ય દ્વારા ઉત્તમ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.

આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો ભસ્મપ્રસાદ અને રૂદ્રાક્ષની સાથે ઈ-સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

બાઈટ ડૉ.મહાદેવ પ્રસાદ મહેતા ઉદ્ઘાટક
બાઈટ ગુડ્ડુ સિંઘાનિયા સેહલાની


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.