જીવરાજ પાર્ક લક્ષમણ ટાઉનશીપના પાર્કિંગમાં જૂગારનો દરોડોઃ તાલુકા પોલીસે છને પકડયા - At This Time

જીવરાજ પાર્ક લક્ષમણ ટાઉનશીપના પાર્કિંગમાં જૂગારનો દરોડોઃ તાલુકા પોલીસે છને પકડયા


રાજકોટઃ જીવરાજ પાર્ક લક્ષમણ ટાઉનશીપ ઇ-વીંગના પાર્કિંગમાં કેટલાક શખ્‍સો જૂગાર રમતાં હોવાની બાતમી મળતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, એએસઆઇ આર. બી. જાડેજા, ધર્મરાજસિંહ રાણા સહિતે દરોડો પાડી લક્ષમણ ટાઉનશીપમાં જે-૩૧૨માં રહેતાં અજીતસિંહ દિલુભા ચાવડા, આઇ-૧૦૧માં રહેતાં સંજય જીતેન્‍દ્રભાઇ ચોટાઇ, પ્રિયદર્શની સોસાયટી-૫માં રહેતાં અશોકસિંહ દિલુભા ચાવડા, લક્ષ્મણ ટાઉનશીપ આઇ-૫૦૭માં રહેતાં સુભાષચંદ્ર વલ્લભદાસ ધામેચા, સી-૬૦૯માં રહેતાં રાજેશ હમસુખભાઇ કોટેચા અને જે-૨૧૧માં રહેતાં દિલીપ કરસનભાઇ રતનને તિનપત્તી રમતાં પકડી લઇ રૂા. ૧૨૦૫૦ની રોકડ કબ્‍જે લીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.