ગોપાલ સ્નેકસ લિમિટેડ મોડાસા દ્વારા 20મા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

ગોપાલ સ્નેકસ લિમિટેડ મોડાસા દ્વારા 20મા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું.


ગોપાલ સ્નેક લિમિટેડ મોડાસા દ્વારા શ્રી શિવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી 20મો સમુહ લગ્નોત્સવ રહીયોલ ખાતે યોજાયો.

ગોપાલ સ્નેક્સ લિમિટેડ ના ડાયરેક્ટર બીપીનભાઈ હદવાણી અને દક્ષાબેન બી હદવાણી ના સહિયારા પ્રયાસથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 17 યુગલોએ પ્રભુતામાં પગલાં પડયા હતા.
સમગ્ર સમૂહ લગ્નનું આયોજન ગોપાલ સ્નેક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું.

17 યુગલોને આશીર્વાદ આપી કન્યાઓને કન્યાદાન પેટે 37 ઘરવખરીની આઈટમો આપવામાં આવી હતી.
આ સમુહલગ્નમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહી નવયુગલ દંપત્તિઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
ગોપાલ સ્નેક્સ દ્વારા યોજાતા સમૂહ લગ્નમાં કોઈપણ ધર્મના નાત જાત ભેદભાવ વગર સમૂહલગ્નો યોજી સેવા કાર્ય કરવામાં આવે છે

આગામી કેટલાક દિવસો બાદ ગોપાલ નમકીન દ્વારા સમૂહ લગ્નનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવશે.

અગાઉ પણ રાજકોટ અને અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રહીયોલમાં આવેલ ગોપાલ નમકીન ફેક્ટરી ખાતે સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા.

રહીયોલ ગોપાલ નમકીન પ્લાન્ટ ખાતે સમૂહ લગ્નનું સમગ્ર સંચાલન મેનેજર કલ્પેશભાઈ પારેખ અને મુકેશભાઈ પટેલે કર્યું હતુ.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.