સરહદ ડેરી એ ઉજવ્યો દબદબાભેર 78 મો સ્વતંત્રતા દિવસ - At This Time

સરહદ ડેરી એ ઉજવ્યો દબદબાભેર 78 મો સ્વતંત્રતા દિવસ


“સરહદ ડેરી” દ્વારા ચાંદરાણી સ્થિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે અમૂલ GCMMF ના વાઇસ ચેરમેનશ્રી તથા સરહદ ડેરી ના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું.સાથે આઝાદી માટે પોતાના પ્રાણ ન્યૌછાવર કરનાર સર્વે વીર શહીદોને યાદ કર્યા હતા.
આ સાથે હંગામી હોય અને ૫ વર્ષ ડેરી માં પૂર્ણ કરેલ છે તેવા કુલ ૨૧ કર્મચારીઓ ને કાયમી ના લેટર આપવામાં આવ્યા તથા વર્ષ દરમ્યાન સારી કામગીરી કરનાર ૧૫ કર્મચારીઓ ને પ્રમોસન આપવામાં આવ્યા. આ સાથે સરહદ ડેરીના પ્રાંગણ માં 158 કર્મચારી સાથે 158 વૃક્ષોનું સમૂહ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.આ સાથે અમૂલનું ૮૫૦ ગ્રામ તેમજ ૫ કિલોનું ટોન્ડ મિલ્ક દહી નું સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા લોંચિંગ કરવામાં આવ્યું.
આ બાબતે અમૂલ GCMMF ના વાઇસ ચેરમેનશ્રી તથા સરહદ ડેરી ના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ જણાવ્યુ હતું કે સરહદ ડેરી ની વિકાસ ગાથા માં પશુપાલકો, દૂધ મંડળીઓના પ્રમુખ મંત્રી, સંચાલક, કર્મચારીઓ, ડાયરેક્ટરશ્રીઑ તેમજ સહભાગી તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી દિવસો માં સરહદ ડેરી સૌને સાથે રાખીને પ્રગતિ ના શિખરો સર કરે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમ માં ચાંદરાણી ગામના પૂર્વ સરપંચશ્રી ધનજીભાઈ હુંબલ,અંજાર APMC ના ડાયરેક્ટરશ્રી અનિલભાઈ હુંબલ, સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ મેનેજર અજય દંહીવાલ, સરહદ ડેરી એકાઉન્ટ વિભાગના હેડ હરેશભાઈ કોટક ,સરહદ ડેરી હેડ ઓફિસ,દૂધ પ્લાન્ટ, આઇસક્રીમ પ્લાન્ટ તેમજ કેટલ ફીડ પ્લાન્ટ ના અધિકારીઓ તેમજ કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ નુ સંચાલન સુમિતભાઈ ડાંગર દ્વારા કરવા આવ્યું. કાર્યક્રમ ની આભારવિધિ જીતેન્દ્રકુમાર ભારતી દ્વારા કરવામાં આવી હતી.


+1917990935384
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.