અંબાજી આધ્ય શક્તિ સરકારી હોસ્પિટલ મા કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લોકોએ સારવાર નો લાભ લીધો - At This Time

અંબાજી આધ્ય શક્તિ સરકારી હોસ્પિટલ મા કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લોકોએ સારવાર નો લાભ લીધો


અંબાજી આધ્ય શક્તિ સરકારી હોસ્પિટલ મા કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લોકોએ સારવાર નો લાભ લીધો

દર મહિનાના બીજા મંગળવારે અંબાજી ખાતે કેમ્પ નું આયોજન થતું હોય છે.12 ડિસેમ્બરના રોજ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે સુપર સ્પેશિયાલિટી ડોક્ટર અને એનસીડી કેમ્પ(બિનચેપી રોગો) નું આયોજન કરવામાં આવેલ હતું. જીસીએસ હોસ્પિટલ અમદાવાદ અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે અંબાજી અને દાતા તાલુકાના જરૂરિયાતવાળા દર્દીઓને ઘર આંગણે સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોની સેવાનો લાભ મળી રહે તે માટે સુપર સ્પેશિયાલિટી ડોક્ટર જેવા કે કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરો ફિઝિશિયન નેફ્રોલોજીસ્ટ પેટના રોગના નિષ્ણાત,અને હાડકાના રોગના સુપર સ્પેશિયાલિટી તબીબો દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં આશરે 80 જેટલા જરૂરીયાતવાળા દર્દીઓએ લાભ લીધેલ હતો. આ કેમપ દર મહિનાના બીજા મંગળવારે રાખવામાં આવતો હોય છે.
બીજો કેમ્પ એનસીડી (બિનચેપી રોગ)નો રાખવામાં આવેલ હતો .જેમાં અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને બિનચેપી રોગો વિશે માહિતગાર કરવામાં આવેલ હતા આ પ્રસંગે હોસ્પીટલ ના અધિક્ષક ડો વાય.કે.મકવાણા,આર.એમ.ઓ. પિયુષ મોદી,અંબાજી કોલેજના પ્રિન્સિપાલ પટેલ સાહેબ સામાજિક કાર્યકર અને શિક્ષક નિલેશભાઈ બુંબડીયા,તેમજ અન્ય પ્રોફેસર પ્રવીણભાઈ,દ્વારા વિદ્યાર્થીઓને પોતાની જીવનશૈલી ને બદલીને જો ખોરાક અને વ્યસન અને બેઠાડું જીવન ના કારણે એનસીડી રોગો નું જોખમ થવાથી જોખમ થવાના જોખમ થવાના લક્ષણો અને તેનો અટકાવ તેમજ તેમની શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત બંને તે માટે જરૂરી યોગ્ય આહાર ,કસરત, યોગ અને વ્યસનમુક્ત બને તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. અને પછી કોલેજના વિદ્યાર્થીઓ ને જરૂરી શારીરિક તેમજ લોહીની તપાસ કરી તેમને શારીરિક અને માનસિક સ્વસ્થ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.આ બંને કેમ્પને હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ નર્સ લેબોરેટરી ફાર્મસી અને વહીવટી તેમજ વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓએ પોતાની જવાબદારી અને સેવાના હેતુથી પોતાનું યોગદાન આપીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો તો આ બંને કેમ્પમાં લાભ લેનાર જરૂરિયાતવાળા દર્દીઓ દર્દીઓ તેમના સગા કોલેજના વિદ્યાર્થીઓ ,પ્રોફેસર તેમજ આ કેમ્પને સારી રીતે સફળ કરનાર હોસ્પિટલ ના ડોક્ટર અને સ્ટાફનો આભાર માન્યો હતો.કેમ્પમા ઓપીડી મા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં સુપર સ્પેશિયાલિટી કેમ્પમાં કેમ્પમાં 80 જેટલા દર્દીઓએ અને એનસીડી કેમ્પમાં 123 લોકોએ લાભ લીધો હતો.

નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.