શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં વાલી મીટીંગ યોજાઇ - At This Time

શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં વાલી મીટીંગ યોજાઇ


શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં વાલી મીટીંગ યોજાઇ..................
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓના વાલીઓની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી એસ.એસ.પટેલ, સુપરવાઇઝર શ્રી એન.બી.પટેલ તથા વિજ્ઞાન પ્રવાહના શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા. વિજ્ઞાન પ્રવાહના વિષય શિક્ષક મિત્રો શ્રી પી. એમ.પટેલ, શ્રી સી.જે.પટેલ અને શ્રી પી.જે.મહેતાએ પોતાના વિષયમાં કેવી રીતે વધારે ગુણ મેળવી શકાય ?તેની માહિતી આપી હતી. શાળાના આચાર્યશ્રીએ શિસ્ત, સંસ્કાર અને કારકિર્દી વિશે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શ્રી પી. જે.મહેતાએ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.