બોટાદ ખાતે આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં પ્રભારી સચિવ સંજીવકુમાર - At This Time

બોટાદ ખાતે આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં પ્રભારી સચિવ સંજીવકુમાર


બોટાદ ખાતે આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં પ્રભારી સચિવ સંજીવકુમાર

પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને સોંપાયેલી કામગીરી સમયસર પૂર્ણ કરવા સુચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડતાં પ્રભારી સચિવ

બોટાદ શહેરના મુખ્ય માર્ગો, શહેરી વિસ્તારોમાં સાફ સફાઇની ઝુંબેશને વધુ વેગવાન બનાવવા પ્રભારી સચિવની તાકીદ

આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જેને અનુલક્ષીને પ્રજાસત્તાક પર્વની આગોતરી તૈયારીઓના ભાગરૂપે બોટાદ જિલ્લાના પ્રભારી સચિવ સંજીવકુમારે આજરોજ બોટાદ જિલ્લાના કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, નિવાસી અધિક કલેકટરશ મુકેશ પરમાર સહિત જિલ્લાની વિવિધ સમિતિઓના અમલીકરણ અધિકારીઓ સાથે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી હતી.

પ્રભારી સચિવ સંજીવકુમારે ઉક્ત બેઠકમાં એટહોમ કાર્યક્રમમાં સ્ટેજ વ્યવસ્થા, પોડીયમ, બેઠક વ્યવસ્થા ઉપરાંત કાર્યક્રમનું પ્રિ-પ્લાન્ટેશનની સાથેસાથે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લામાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકોને લાવવા-મુકવાની પરિવહનની વ્યવસ્થા બાબતે તેમજ બોટાદ શહેરના મુખ્ય માર્ગો, શહેરી વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં સાફ સફાઇની ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની સચિવ સંજીવકુમારે તાકીદ કરી હતી. ઉક્ત બેઠકમાં સહાયક માહિતી નિયામક રાધિકાબેન વ્યાસે જિલ્લાની પરિચય પુસ્તિકા વિશે વાકેફ કર્યાં હતાં. પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને સોંપાયેલી કામગીરીને સમયસર પૂર્ણ કરવાની સુચના આપી હતી.

બોટાદ જિલ્લાના આંગણે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે બોટાદ જિલ્લાની જનસુખકારી માટે અંદાજે રૂ.૨૫૭.૭૯ કરોડની રકમના ખર્ચે ૩૭૮ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન અંગે પણ ઝીણવટપૂર્વકની માહિતી મેળવી જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.