નેત્રંગ ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક અંતર્ગત રૂરલ કેમ્પનું આયોજન કરાયું. - At This Time

નેત્રંગ ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક અંતર્ગત રૂરલ કેમ્પનું આયોજન કરાયું.


નેત્રંગ ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક અંતર્ગત રૂરલ કેમ્પનું આયોજન કરાયું.

તા.૨૯/૧૨/૨૦૨૨,નેત્રંગ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તરફથી દર વર્ષે રૂરલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રૂરલ કેમ્પમાં એમ.એચ.આર.એમ/એમ.એસ.ડબલ્યુ માં અભ્યાસ કરતા પહેલા વર્ષના વિદ્યાર્થીઓને રૂરલ એક્સપોસર, ટીમવર્ક, ગ્રુપ લિવિંગ વગેરેનું કૌશલ્ય આપવામાં આવે છે.

આ વર્ષે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તરફથી પ્રોફેસર (ડૉ.) અંકુર સક્ષેના અને ડૉ. નબીલા કુરેશીના માર્ગદર્શન હેઠળ જુનિયર એમ.એચ.આર.એમ ના વિદ્યાર્થીઓએ "પરામર્શ" નામે રૂરલ કેમ્પમાં નેત્રાંગ તાલુકાના બીલોઠી, કાકડ કુઈ, મોટા જાંબુઆ, રાજવાડી, મોઝા, જૂની જમુની, કોચબાર, મૂંગજ, ધોલેખામ જેવા ગામોમાં જઈને સોશિઓ ઇકોનોમિક અને વિધવા પેન્શન યોજનાના મુદ્દાને લઈને સર્વે કરવામાં આવ્યો છે.

સાથે જ નેત્રંગ વનવિભાગ કચેરી ખાતે વિદ્યાર્થીઓએ વિવિધ મુદ્દાઓ જેમ કે ઘરેલુ હિંસા, એનિમિયા, પર્યાવરણની સુરક્ષા, બેટી બચાઓ-બેટી પઢાઓ, વિધવા સહાય યોજના અને નારી સંરક્ષણ જેવા મુદ્દાઓ ઉપર નાટ્ય રૂપાંતરથી ઉપસ્થતી સ્થાનિકો અને વિધાર્થિનીઓને જાગૃત કર્યા હતા.

આ રૂરલ કેમ્પ તા.૨૬/૧૧/૨૦૨૨ થી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

આ પ્રસંગે નેત્રંગ પોલીસ સબ ઇન્સપેક્ટર શક્તિસિંહ ચુડામસા, નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ જિલ્લા પ્રમુખ અને વિશ્વ ગુજરાતી સમાજ ભરૂચ જિલ્લા મીડિયા ઈનચાર્જ બ્રિજેશકુમાર પટેલ, ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તરફથી પ્રોફેસર (ડૉ.) અંકુર સક્ષેના અને ડૉ. નબીલા કુરેશી, સ્થાનિકો, તથા પ્રાથમિક કન્યા શાળાની ધોરણ ૫ થી ૮ ની વિદ્યાર્થીનિઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.