બોગસ અને બનાવટી રેતીનો રોયલ્ટી પાસ કાઢી સરકારશ્રી ની રેતીની રેવન્યુ આવકને નુકશાન કરનાર આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ. - At This Time

બોગસ અને બનાવટી રેતીનો રોયલ્ટી પાસ કાઢી સરકારશ્રી ની રેતીની રેવન્યુ આવકને નુકશાન કરનાર આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ.


બોગસ અને બનાવટી રેતીનો રોયલ્ટી પાસ કાઢી સરકારશ્રી ની રેતીની રેવન્યુ આવકને નુકશાન કરનાર આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ.

બોગસ અને બનાવટી રેતીનો રોયલ્ટી પાસ કાઢી સરકારશ્રી ની રેતીની રેવન્યુ આવકને નુકશાન કરી સરકાર શ્રી સાથે વિશ્વાસધાત તેમજ છેતરપીંડી કરનાર આરોપીને પકડી પાડી દિન -૦૨ ના રીમાન્ડ મેળવતી અમરેલી રૂરલ પોલીસ ટીમ .

શ્રી ગૌતમ પરમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગરનાઓએ મિલ્કત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓ આચરતા આરોપીને પકડી પાડવા જરૂરી સુચના આપેલ હોય , જે સુચના અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ , પોલીસ અધિક્ષક અમરેલીનાઓ દ્વારા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબની જરૂરી સુચના અને માર્ગદર્શન તળે શ્રી પી.બી.લક્કડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનનાઓની ટીમ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ પાર્ટ A ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૨૦૬૫૧/૨૦૨૨ IPC- ૪૦૬ , ૪૨૦ , ૪૧૯ , ૪૬૫ , ૪૬૭ , ૪૬૮ , ૪૭૧ , ૧૨૦ ( બી ) , ૩૪ , ૧૧૪ મુજબના ગુનાના કામના આરોપીને પકડી પાડી દિન -૦૨ ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવતી અમરેલી રૂરલ પોલીસ ટીમ .

ગુન્હાની મુખ્ય હકિકત :
અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગઇ તા .૨૮ / ૦૭ / ૨૦૨૨ ના રોજ પાર્ટ A ગુ.ર.નં .૧૦૦૪ / ૨૦૨૨ આઇ.પી.સી કલમ -૩૭૯ , ૧૮૬ , ૧૧૪ તથા એમ.એમ.આર.ડી. ની કલમ -૨૧ મુજબના ગુનાના કામે એક ડમ્પર જેના આર.ટી.ઓ રજી . નં . GJ - 16 - X 6937 કબ્જે કરવામા આવેલ હતું . આ કામના આરોપીએ સરકાર શ્રીને થતી રોલ્યટીની આવકને નુકશાન કરવા તેમજ પોતાનો આર્થિક ફાયદો મેળવવા માટે ઓશન એન્ટરપ્રાઇઝ રાજસ્થળી દ્રારા જે હાલ ઉપરોક્ત આર.ટી.ઓ રજી . નંબર વાળુ ડમ્પર અમરેલી રૂરલ પોલીસ કસ્ટડીમા હોવા છતા રોયલ્ટી પાસ ઇસ્યુ કરી સરકાર શ્રીની રેતીની રેવન્યુ આવકને નુકશાન કરી સરકાર શ્રી સાથે છેતરપીંડી તેમજ વિશ્વાસધાત કરેલ છે .

પકડાયેલ ઇસમ :
( ૧ ) ભૌતીકભાઇ સ.ઓ.નરેશભાઇ જગાભાઇ વાણીયા ઉ.વ .૩૨ ધંધો . વેપાર , રહે.ભાવનગર , નવી પોલીસ લાઇનની બાજુમાં , ચોથા વર્ગના કર્મચારીની સોસાયટી , પ્લોટ નં .૧૩ , તા.જિ. ભાવનગર

આ કામગીરીમાં અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ની પોલીસ ટીમ જોડાયેલ હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.