બોટાદ સર્કિટ હાઉસ ખાતે આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની ચર્ચાઓ કરાઈ - At This Time

બોટાદ સર્કિટ હાઉસ ખાતે આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની ચર્ચાઓ કરાઈ


બોટાદ સર્કિટ હાઉસ ખાતે આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની ચર્ચાઓ કરાઈ

બોટાદ સર્કિટ હાઉસમાં નરેન્દ્ર મોદી વિચાર મંચની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી તેમજ નરેન્દ્ર મોદી દ્વારા જે વિકાસના કામો કરવામાં આવ્યાં છે તેને લઈ અહીંયા ચર્ચાઓ કરવામાં આવી હતી. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો બેઠકો કરી રહ્યાં છે અને ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આજરોજ બોટાદ શહેરમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કેહર દેસાઈ અને સૌરાષ્ટ્ર જોનના પ્રમુખ રૂપા રાઠોડની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યાં હતા. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની ચર્ચાઓ કરાઈ હતી.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.