ભાવનગરની વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ રેલવે મ્યુઝિયમની મુલાકાત લીધી - At This Time

ભાવનગરની વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ રેલવે મ્યુઝિયમની મુલાકાત લીધી


ભાવનગરની વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ રેલવે મ્યુઝિયમની મુલાકાત લીધી

ભાવનગરની સંસ્થા "Intach Bhavnagar Chapter" દ્વારા 03.09.2023 (રવિવાર) ના રોજ ભાવનગરની વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે "ભાવનગર રેલ્વે મ્યુઝિયમ" ની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ રેલવે મ્યુઝિયમ વિશે રસપ્રદ માહિતી મેળવી હતી. જેમાં શ્રી કુમાર શાળા, શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, શ્રી દક્ષિણામૂર્તિ, સિલ્વર બેલ્સ, અમરજ્યોતિ અને શ્રી ઘરશાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપ્રદ રીતે ભાગ લીધો હતો અને રેલવે મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉપરાંત INTACH ના દરેક સભ્યએ તેમાં ભાગ લીધો હતો.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.