આજીડેમ ચોકડી પાસેથી દારૂની બે બોટલ સાથે કરણસિંઘ ઝડપાયો - At This Time

આજીડેમ ચોકડી પાસેથી દારૂની બે બોટલ સાથે કરણસિંઘ ઝડપાયો


આજીડેમ ચોકડી નજીક સીટી બસ સ્ટેન્ડ પાસેથી કરણસિંઘ સુભાષસિંઘ ઠાકુર (ઉ.26) રે. ચુનારવાડ શેરીનં.2ને વિદેશી દારૂની બે બોટલ રૂ.800ના મુદામાલ સાથે આજીડેમ પોલીસ મથકના કોન્સ. મેહુલ પંડયા અને સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે દબોચી કાર્યવાહી કરી હતી.બીજા દરોડામાં 150 ફુટ રીંગ રોડ પર આવેલ ફોર્ચ્યૃન હોટલ પાસેથી પસાર થતી મોપેડ નં. જીજે 03 જેજી 3659ને અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂની 1 બોટલ મળી આવતા મોપેડઠ ચાલક ધનજી ગોવા પરમાર (ઉ.42) રે. સરસ્વતી નગર, શેરીનં.10)ને દબોચી રૂ.20.500નો મુદામાલ કબ્જે કરી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. કે.એલ. જાડેજાએ કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.