આજવારોડના લિસ્ટેડ બૂટલેગરની પાસામાં અટકાયત. - At This Time

આજવારોડના લિસ્ટેડ બૂટલેગરની પાસામાં અટકાયત.


વડોદરા, આજવા રોડ મણી નગરમાં મકાન ભાડે રાખીને વિદેશી દારૃનો ધંધો કરતા લિસ્ટેડ બૂટલેગર અને તેના સાગરિતની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. લિસ્ટેડ બૂટલેગર કમલ ઉર્ફે કમુ બંસીલાલ તોલાણી (રહે. માધવ નગર, આજવા રોડ) દ્વારા મણી નગરમાં મકાન ભાડે રાખીને દારૃનો ધંધો શરૃ કરવામાં આવ્યો હતો. પીસીબીએ તે સ્થળે રેડ કરીને કમલ અને જયેશ ઉર્ફે જીજ્ઞોશભાઇ ઠાકોર (રહે. રામદેવ નગર, આજવા રોડ) ને ઝડપી પાડયા હતા. પોલીસે દારૃની બોટલ, પાઉચ મળીને કુલ ૮૭ હજારનો દારૃ, કાર, ફોન મળી કુલ રૃપિયા ૨. ૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પીસીબી પોલીસે બંને બૂટલેગરોની પાસા હેઠળ અટકાયત કરી કમલને પાલનપુર અને જયેશને મહેસાણા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.