ધંધુકા લીંબડી હાઈવે પર વાસણા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, બાઇક ચાલકનું મોત. - At This Time

ધંધુકા લીંબડી હાઈવે પર વાસણા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, બાઇક ચાલકનું મોત.


ધંધુકા લીંબડી હાઈવે પર વાસણા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, બાઇક ચાલકનું મોત.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના વાસણા ગામે જવાના રસ્તે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
બીજા અન્ય લોકો અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ગઈ કાલ સાંજના સમયે ધંધુકાના વાસણા ગામ નજીક એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.બાઇક ચાલક પ્રતાપસિંહ શિવુભા જાદવ ઉ.વ 49 રહે બલાળા તા ચુડા જિલ્લો સુરેન્દ્રનગરનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.જેમનો બાઇક નંબર GJ13 JJ 3488 અને ફોરવ્હીલ ગાડી નંબર GJ04 CJ9986 હતો. બાઇક નંબર GJ13 JJ 3488એ ફોરવ્હીલ સાથે અથડાતા બાઇકચાલકનું અમદાવાદ સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્યને સામાન્ય ઇજાઓ થવા પામી હતી તે હાલ અમદાવાદમાં પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.