સ્વચ્છતા હી સેવા : અમરેલી જિલ્લો અમરેલી નગરપાલિકા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓની આસપાસ સ્વચ્છતા અભિયાન યોજાયું - At This Time

સ્વચ્છતા હી સેવા : અમરેલી જિલ્લો અમરેલી નગરપાલિકા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓની આસપાસ સ્વચ્છતા અભિયાન યોજાયું


સ્વચ્છતા હી સેવા : અમરેલી જિલ્લો
અમરેલી નગરપાલિકા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓની આસપાસ સ્વચ્છતા અભિયાન યોજાયું

અમરેલી શહેરને સ્વચ્છ બનાવવા માટે 'હર કદમ સ્વચ્છતા કી ઓર'
---

અમરેલી તા.૦૧ નવેમ્બર, ૨૦૨૩ (બુધવાર) સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા બે માસના મહા સ્વચ્છતા અભિયાનમાં અમરેલી જિલ્લો પરિણામલક્ષી કામગીરી સાથે આગળ ધપી રહ્યો છે. આ કડીના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરીજનોની આરોગ્યલક્ષી સુખાકારી અર્થે સ્વચ્છતા અભિયાનને વેગવુંતુ બનાવવા માટે ઝુંબેશ ચલાવી રહી છે.
દરમિયાન અમરેલી નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો, સુરવાઇઝરશ્રીઓ, સેનેટરી ઇન્સપેક્ટરશ્રી એન.બી. ચાવડાના વડપણમાં શહેરમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડીઓની આસપાસ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. અમરેલી શહેરની ફોરવર્ડ સ્કુલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, મહિલા કોલેજ, પટેલ સંકુલ પાછળ આવેલી આંગણવાડી, રોકડિયાપરા, કાળભૈરવના મંદિર વગેરે જેવા સ્થળોએ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ ઝુંબેશમાં ઘન કચરો એકત્રિત કરી અને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા પ્રતિદિન વિવિધ સ્થળોએ સફાઈ ઝુંબેશ યોજાઈ રહી છે, શહેરને સ્વચ્છ બનાવવા માટે સતત પગલાં ભરવામાં આવી રહ્યા છે તેમ ચીફ ઓફિસરશ્રી, અમરેલી નગરપાલિકાની એક યાદીમાં જણાવાયું છે.
જય 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.