મહારાષ્ટ્રમાં આતંકી હુમલાની આશંકા, શંકાસ્પદ બોટમાંથી મળ્યા હથિયારો - At This Time

મહારાષ્ટ્રમાં આતંકી હુમલાની આશંકા, શંકાસ્પદ બોટમાંથી મળ્યા હથિયારો


નવી મુંબઇ તા.18 ઓગસ્ટ 2022,ગુરુવાર ભારતમાં સ્વતંત્રા પર્વની ઉજવણી હજી અંતિમ તબક્કામાં છે અને તહેવરોની સીઝન શરૂ થઈ રહી છે તેવામાં ફરી દેશની શાંતિ-સુરક્ષાને ડહોળવા માટે એક કાવતરાનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રના રાયગઢ નજીકથી આ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાયગઢ જિલ્લાના હરિહરેશ્વરના દરિયા કિનારે શંકાસ્પદ બોટ મળી આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાયગઢના દરિયાકિનારેથી બે શંકાસ્પદ બોટ મળી આવી છે, જેમાંથી એક બોટમાં હથિયાર મળી આવ્યા છે. આ શંકાસ્પદ બોટમાંથી AK 47 સહિતના હથિયારો મળી આવ્યાની પ્રાથમિક માહિતી છે. બંને બોટ બિનવારસી હાલતમાં દરિયાકિનારે લાંગરેલી હતી. સ્થાનિક માછીમારોએ આ બોટ અંગે પોલીસને જાણ કરતા સમગ્ર તપાસ શરૂ કરવામાં આવી છે.રાયગઢમાં હાઈ એલર્ટ જારી ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. રાયગઢમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.ભૂતકાળમાં આ જ રૂટ પર થી શસ્ત્રો ની ખેપ થયેલી છે અને મુંબઇ પર દરિયા માર્ગે આતંકી હુમલો પણ થઈ ચૂક્યો છે. એટલે પોલીસ આ પ્રકરણ ગંભીરતા થી લઇ રહી છે. SP કક્ષાના ઉચ્ચ અધિકારી સ્થળે પહોંચીને આ બિનવારસી બોટ છોડીને કોણ ક્યાં ઉતર્યું અને આટલા શસ્ત્રો કેમ છોડી ગયાએ  બધા સવાલો ની તપાસ કરી રહ્યાં છે. જોકે હજુ સુધી પોલીસ કે અન્ય સલામતી એજન્સીઓ તરફ થી કોઈ અધિકૃત માહિતી નથી.રાયગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચીને શસ્ત્રો, કર્ટ્રીજ સાથે બોટ
મળ્યાની પુષ્ટિ કરી મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ટેરર એંગલની
શક્યતા નકારી નથી.બોટમાં આવેલાં લોકોએ કોસ્ટ ગાર્ડને કોઈ
જાણ કરી નથીઆ બોટ ઓસ્ટ્રેલિયન બનાવટની બોટમાં
શસ્ત્રો ડી સમેન્ટલ કરાયેલી સ્થિતિમાંનજીકના ભરાડ ખોલમાંથી એક લાઇફ બોટ
બિનવારસી મળી છે તે પણ શંકાસ્પદમુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આ વખતે બે વર્ષ પછી દહીં હાંડી ધામધૂમ થી થશે. તેમાં હજારો લોકો ઉમટે છે. પછી તરત ગણેશોત્સવ છે એટલે સલામતી એજન્સીઓ વધુ એલર્ટ થઈ છે. આ પણ વાંચો: મુંબઈ પોલીસ એલર્ટ, ઠેર ઠેર નાકાબંધી, શકમંદોની શોધખોળ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.