વેરાવળથી સુરત માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે રવિવારથી ટિકિટ બુકિંગ શરૂ થશે - At This Time

વેરાવળથી સુરત માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે રવિવારથી ટિકિટ બુકિંગ શરૂ થશે


વેરાવળથી સુરત માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે
રવિવારથી ટિકિટ બુકિંગ શરૂ થશે

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વેરાવળ અને સુરત વચ્ચે વિશેષ કિરાયે પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ આ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11.05 કલાકે દોડશે. આ ટ્રેનને 07 નવેમ્બર, 2023 થી 28 નવેમ્બર, 2023 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 ટ્રેન નંબર 09018/09017 વેરાવળ-સુરત-વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન
ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત સાપ્તાહિક વિશેષ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન વેરાવળથી 07, 14, 21 અને 28 નવેમ્બર, 2023ના રોજ દોડશે.
એ જ રીતે ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ સાપ્તાહિક વિશેષ ટ્રેન દર સોમવારે સુરતથી 19.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 06, 13, 20 અને 27 નવેમ્બર, 2023ના રોજ દોડશે.
આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.
ટ્રેન નંબર 09018 અને 09017 માટે બુકિંગ 05.11.2023 (રવિવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.